ઉદય રંજન/અમદાવાદ : નરોડામાં ટુર્સ એન્ડ ટાર્વેલ્સના માલીકના આપઘાત કેસમા આવ્યો નવો વળાંક. સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામીએ હરીભકતોને નેપાળની ટુર કરાવીને પૈસા નહિ આપતા યુવકે આપઘાત કરવાનો વારો આવ્યો છે. સ્યુસાઈડ નોટ અને અંતિમ વિડીઓથી ખુલાસો થયો. પોલીસે સ્વામી અને મૃતકના પિતરાઈ ભાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધી પુરાવા મેળવા તજવીજ હાથ ધરી છે. સ્વામી ભગવાન કા રૂપ હોતે હૈ ઉન્સે કયા પૈસા લેના, આ શબ્દો છે આત્મહત્યા કરનાર જૈમિન પટેલના... સ્વામીને ભગવાન સમજવાની સજા જૈમિને જીવ ગુમાવીને મળી. તેણે આત્મહત્યાનુ અંતિમ પગલુ ભર્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં જેનું નામ લેતા પહેલા પણ વિચારવું પડે તેવા ગુંડાની આખી બિલ્ડિંગ આ પોલીસ અધિકારીઓએ ધ્વસ્ત કરી


ઘટનાની વિગત એવી છે કે, નરોડામાં રહેતા જહાન હોલીડે સોલ્યુશન નામથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું ધંધો કરતા જૈમિન પટેલે જુલાઈ માસમાં ઝેરી દવા પી આપઘાત કર્યો. આપઘાતના બે માસ જૈમિનના વિડીયો કલીપ અને સ્યુસાઈડ નોટથી આ કેસમા નવો વળાંક આવ્યો. જૈમિનએ તેના ફોઈના દીકરા પિનાકીન પટેલ અને  આણંદ વલ્લભ વિદ્યાનગર વડતાલના સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામી અમૃતજીવનદાસ સાથેના 17 લાખની લેતીદેતીના કારણે આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો. સ્વામી અમૃતજીવનદાસ અને પિનાકીન હરીભકતોને રૂ 40 લાખના ટુર પેકેજમા નેપાળ લઈ ગયા. જો કે ટુરના પૈસા નહિ ચુકવ્યા હોવાનુ સામે આવ્યું. મૃતકના ઘરેથી સ્યુસાઇડ નોટ અને વીડિયો મળ્યા બાદ નરોડા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા બદલ સ્વામી અને પિતરાઈ ભાઈ વિરૂધ્ધ ગુનો નોંધ્યો.


ડ્રાઇવિંગ લાયસન્સ કે RC ન હોય તો પોલીસથી ગભરાવાની જરૂર નથી, સરકારે આપી તમામ નિયમોમાંથી મુક્તિ


આત્મહત્યા કરતા પહેલા જૈમિને પિતાને સંબોધીને અંતિમચીઠ્ઠી લખી. જેની જાણ તેણે વિડીયો ક્લીપથી કરી હતી. "મેં આત્મહત્યા કયો કર રહા હું વો મેં પાપા આપકો બતાના ચાહતા હું, મુજે પાપા માફ કર દેના. મેરા ખુદ કા હિંમતનગર મેં ટ્રાવેલ્સ કા બિઝનેસ થા. મેરી ટ્રાવેલ કંપની કા નામ જહાન હોલીડે સોલ્યુશન થા. મેં મેરી ફઇ કે વ્હા રહેતા થા ઔર ફઇ કે લડકે પીનાકીન પટેલ કે કારણ અમૃતજીવનદાસ સ્વામી કે સાથ મુલાકાત હુઈ થી. ઔર અમૃતજીવનદાસ કો મેને મેરે બિઝનેસ કે બારે મેં બતાયા થા. અમૃતજીવનદાસઓ વો ફ્લાઇટ કી ટીકીટ મેરે સે કરતે થે. ઔર મેં ઉન્સે પૈસે નહિ લેતા થા. સ્વામી ભગવાન કા રૂપ હોતે હે ઉન્સે કયા પૈસે લેને એ મેં સોચતા થા. બાદમે ઉન્હોને હરિભક્તો કો નેપાલ લે જાને કે લિયે મેરે સે બુકીંગ કરવાયા ઔર મેને ક્વોટેશન 40 લાખ કા દીયા થા. ઔર ઉન્હોને વો પાસ ભી કર દિયા થા. બાદમે  ઉમહોને 22.84 લાખ કા પેમેન્ટ કિયા. જો બાકી થાય વો પેમેન્ટ ગુજરાત અને કે બાદમે દેને કા ઉન્હોને બોલા થા. લેકિન મુજે આગે ભી દેના પડતા હે ઇસલિયે એ મંજુર નહિ થા. તબ અમૃતજીવનદાસજી ને પીનાકીન દે દેગા એસા બોલા થા. બાદ મેં ટુર હુઈ ઔર મેરા પેમેન્ટ નહિ આયા થા. પીનાકીન કો પૂછા તો ઉસને મના કર દિયા કી ઉસકો અમૃતજીવનદાસ ને કુછ નહિ દિયા હે. લોગો સે ઈકઠે કરકે મેને કુછ વ્યવસ્થા કી ઔર મેં ડૂબ ગયા ફિર મેને બિઝનેસ બન્ધ કર દિયા ઔર મેં એહમેદાબાદ આકે જોબ શુરું કરને લગા. મેરી ફઈ કે એક લડકે ને આત્મહત્યા કી થી, ઉસસે મેને કુછ પૈસે નહિ લિયે થે તબ ભી વો કેસ મેરે પે ચલ રહા હે. મેરા એક હી અનુરોધ હે કી. મેરે હક કા પૈસા મેરે મા બાપ કો મિલે તાકી મેરા કરઝા ચુકાને કે લિયે સોના ગિરવી રખા થા વો છુડા શકે."


વડોદરા: બિલ્ડિંગ દુર્ઘટનામાં પરિવારનો પથ્થરો પણ પિગળી જાય તેટલું હૈયાફાટ રૂદન


અંતિમ ચિઠ્ઠીમા જૈમીન પટેલએ આઠ વાર સહી કરી હતી. સાથે સાથે તેના મોબાઈલ ફોનમાં બે વિડીયો મળી આવ્યા હતા. જેમાં તેને પીનાકીન અને અમૃતજીવનદાસ ના કારણે તે આપઘાત કર્યુ હોવાનુ નિવેદન પુરાવા રૂપે પોલીસને મળ્યુ. હાલમા નરોડા પોલીસે પિનાકીન અને સ્વામી વિરૂધ્ધ ગુનો નોંધીને તેની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. જોકે અગાઉ મૃતકના ભાઈએ આપઘાત કર્યો તેમાં મૃતક સામે કેસ નોંધાયો હતો. જેથી તે સમયથી જ તે ડિપ્રેશનમાં હોવાનું પોલીસને જાણવા મળતા તે બાબતે પણ તપાસ શરૂ કરાઇ છે. ત્યારે નરોડા પોલીસ આરોપીઓ વિરુદ્ધ ના પુરાવા મેળવી ને આગળ ની તપાસ કરી રહી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube