વડોદરા: બિલ્ડિંગ દુર્ઘટનામાં પરિવારનો પથ્થરો પણ પિગળી જાય તેટલું હૈયાફાટ રૂદન

શહેરના પાણીગેટ વિસ્તારમાં બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ હતી. જેમાં રાજસ્થાની પરિવારના 3 લોકોનાં મોત નિપજ્યાં હતા. ઘટનાને પગલે મોડી રાતની ઘટના બાદ શહેરનાં અન્ય વિસ્તારની સાઇટમાં કામ કરતા પરિવારજનો દોડી ગયા હતા. ત્યારે ભાઇ, ભાભી અને પિતરાઇના કાટમાળમાં દટાઇને મોત થવાથી મૃતક બહેન, ભાઇ અને ભાભીએ પિતરાઇના કાટમાળમાં દબાવાથી મોત થવાથી મૃતક બહેન, ભાઇ અને ભાભી દ્વારા હૈયાફાટ રૂદન કરવામાં આવી રહ્યું હતું. એક જ પરિવારનાં 3 સભ્યોનાં મોતથી પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું.
વડોદરા: બિલ્ડિંગ દુર્ઘટનામાં પરિવારનો પથ્થરો પણ પિગળી જાય તેટલું હૈયાફાટ રૂદન

વડોદરા : શહેરના પાણીગેટ વિસ્તારમાં બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ હતી. જેમાં રાજસ્થાની પરિવારના 3 લોકોનાં મોત નિપજ્યાં હતા. ઘટનાને પગલે મોડી રાતની ઘટના બાદ શહેરનાં અન્ય વિસ્તારની સાઇટમાં કામ કરતા પરિવારજનો દોડી ગયા હતા. ત્યારે ભાઇ, ભાભી અને પિતરાઇના કાટમાળમાં દટાઇને મોત થવાથી મૃતક બહેન, ભાઇ અને ભાભીએ પિતરાઇના કાટમાળમાં દબાવાથી મોત થવાથી મૃતક બહેન, ભાઇ અને ભાભી દ્વારા હૈયાફાટ રૂદન કરવામાં આવી રહ્યું હતું. એક જ પરિવારનાં 3 સભ્યોનાં મોતથી પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું.

પાણીગેટના બાવામાનપુરામાં મોહમ્મદ નામના વ્યક્તિનું નવુ મકાન બની રહ્યું હતું. જ્યારે 6 મહિનાથી બનતા બિલ્ડિંગમાં રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢ ગામના બે બાળકોનાં માતા પિતા તેવા કમલેશ પટેલ (ઉ.વ 30) અને વસીતાબેન પટેલ (ઉ.વ 28) તેમજ કમલેશનો પિતરાઇ ભાઇ પ્રદીપ પટેલ (ઉ.વ 18) નિર્માણાધીન બિલ્ડિંગમાં જ રહેતા હતા. જો કે ગઇકાલે પરિવાર સૂતો હતો ત્યારે અચાનક ધડાકાભેર બિલ્ડિંગ ધરાશાયી થઇ ગયું હતું. ત્રણેય કાટમાળમાં દબાઇ ગયા હતા. ફાયર બ્રિગેડે રેસક્યું કરીને બહાર કાઢ્યા પરંતુ તેમનો જીવ બચી શક્યો નહોતો.

કમલેશ અને વસીતાબહેન બે બાળકોને પરિવાર પાસે મુકીને પેટનો ખાડો પુરવા માટે વડોદરા મજુરી કરવા માટે આવ્યા હતા. જો કે 4 વર્ષનો દીકરો અભુ અને 2 વર્ષની દીકરી મીના કુશલગઢ તેમના પરિવારના વડીલો પાસે રહ્યા હતા. જેથી ગઇકાલે થયેલી દુર્ઘટનામાં બંન્ને માતા પિતા સાથે ન હોવાને કારણે બચી ગયા હતા. બાવામાનપુરામાં નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતા એક સાથે 3 લોકોનાં મોત નિપજ્યાં હતા. સાઢુ નરેશભાઇ દિનેશભાઇ બળવાસીયા રાત્રે મોત નિપજ્યું હતું. નાણાકીય બાબતે બંન્ને સાઢુ રાત્રે જ મળ્યા હતા. જો કે નરેશના ગયા બાદ આ દુર્ઘટના બની હતી અને સદનસીબે તેનો બચાવ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news