રાજકોટ/ગુજરાત : પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મજયંતિ રાજકોટમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે. અહીં ગઈ કાલથી  11 દિવસના મહોત્સવનો રાજકોટમાં પ્રારંભ થઈ ગયો છે. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણી ખાસ ઉપસ્થિતિ રહ્યાં હતાં. સીએમ રુપાણી અને મહંત સ્વામીના હસ્તે વિરાટ સ્વામિનારાયણ નગરનું વેદોક્ત વિધિથી ઉદ્ઘાટન કરાયું હતું. આ મહોત્સવ તા. 5થી 15 ડિસેમ્બર સુધી માધાપર મોરબી બાયપાસ રોડ પર ઉજવાઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મહોત્સવના બીજા દિવસે પણ રસપ્રદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેની યાદી નીચે પ્રમાણે છે.


  • પ્રમુખસ્વામી મંડપમાં યોજાશે ‘વિરાટ મહિલા સંમેલન’, આનંદીબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિ.

  • 550થી અધિક મહિલાઓ, યુવતીઓ અને બાલિકાઓ કરશે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ.

  • સાયંકાળે 7.30 થી 10.30 દરમિયાન દર કલાકે લાઈટ એન્ડ સાઉન્ડ શો.

  • સવારે 7થી બપોરે 1 વાગ્યા સુધી રાજકોટ જિલ્લાની 1400 શાળાઓના વિદ્યાર્થીઓને સ્વામિનારાયણનગરની મુલાકાત, દર્શન અને ભોજનનો લાભ.

  • બપોરે 2 થી રાત્રે 10 દરમિયાન સ્વામિનારાયણનગરનો લાભ ભક્તો-ભાવિકો વિનામૂલ્યે લઈ શકશે.


પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાની શાળાના 1 હજારથી વધુ બાળકો સ્વામિનારાયણ નગરની મુલાકાતે પહોંચ્યા હતા. સાંજના સમયે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય લોક સાહિત્ય કલાકાર ભીખુદાન ગઢવીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, પ્રમુખ સ્વામી મહારાજના 98મી જન્મજયંતી અંતર્ગત 15 ડિસેમ્બર સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે. 


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...