અમદાવાદઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી   નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂપિયા ૨૦ લાખ કરોડ ના વિશેષ આર્થિક પેકેજને સહર્ષ આવકારું છું, કોરોના મહામારીના આ સંકટના સમયમાં દેશવાસીઓના હિતમાં અને દેશની અર્થવ્યવસ્થા માટે સંજીવની રૂપ  આ ઐતિહાસિક નિર્ણય લેવા બદલ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમનજીનો આભાર વ્યક્ત કરું છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત પાસે સમગ્ર વિશ્વ સાથે સ્પર્ધા કરવાનું સામર્થ્ય છે, સંભાવનાઓનો અખૂટ ભંડાર છે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના જણાવ્યાનુસાર ઈકોનોમી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી આધારિત સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ એમ આપવા સ્તંભ ઉપર આત્મનિર્ભર ભારતનું નિર્માણ થવા જઇ રહ્યું છે. આવો આપણે સૌ લોકલ ને ગ્લોબલ બનાવીએ, વિશ્વને ભારતની સમર્થતા અને નવા ભારતનું દર્શન કરાવીએ.


રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટવાળા વિસ્તારોમાં ડ્રોનના ઉપયોગ સાથે હાઈડ્રોજન ગેસના બલૂનનો ઉપયોગ કરાશેઃ શિવાનંદ ઝા


વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે લોકડાઉનના તુરંત બાદથી જ રૂપિયા ૧ લાખ ૭૦ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું જેના અંતર્ગત ૪૧ કરોડ જનધન બેંક ખાતાઓમાં ડી.બી.ટી. ટ્રાન્સફર દ્વારા રાશિ જમા કરાવવામાં આવી હતી, તેમજ 69 કરોડ ખાતાધારકોને ઘઉં ચોખા નું વિતરણ, દિવ્યાંગો, વૃદ્ધો, વિધવા બહેનોને આર્થિક સહાય, આઠ કરોડ ઉજ્વલા ઉપભોક્તાઓને મફતમાં ગેસ સિલિન્ડર, પીએમ કિસાન યોજના અંતર્ગત દેશના કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને જરૂરતમંદો સુધી સહાય પહોંચાડવા માં આવી હતી.


વાઘાણીએ જણાવ્યું હતું કે, આજ રોજ કેન્દ્રીય નાણામંત્રી  નિર્મલા સીતારમનજીએ પ્રધાનમંત્રી   નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક સહાય પેકેજ અંતર્ગત સૂક્ષ્મ, લઘુ, મધ્યમ, ગૃહ તેમજ કુટીર ઉદ્યોગોને લગતી વિવિધ જાહેરાતો કરી છે તેનાથી ચોક્કસપણે આગામી સમયમાં MSME સેક્ટરને વેગ મળશે, નવી રોજગારીનું સર્જન થશે.


વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશના સૂક્ષ્મ, લઘુ, મધ્યમ, ગૃહ તેમજ કુટીર ઉદ્યોગો કે જે દેશના ૧૨ કરોડથી વધુ નાગરિકોને રોજગાર પૂરો પાડે છે તેમને ચાર વર્ષ માટે કોઈપણ જાતની ગેરંટી વગર રૂપિયા ૩ લાખ કરોડની લોન આપવાનો નિર્ણય દેશના MSME સેક્ટરને મજબૂત બનાવશે, આ નિર્ણયથી આ સેક્ટરમાં કામ કરી રહેલા કર્મચારીઓની નોકરી, સુનિશ્ચિત થશે. આ જાહેરાત અંતર્ગત દેશના 45 લાખ MSME ને ફાયદો થશે.


સીએમની અધ્યક્ષતામાં યોજાઇ કેબિનેટની બેઠક, કોરોના, લૉકડાઉન, ઉદ્યોગો શરૂ કરવા જેવા મુદ્દે થઈ ચર્ચા


વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સંકટમાં ફસાયેલા MSME માટે ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ની જાહેરાત કરી છે જેનાથી બે લાખથી વધુ MSME યુનિટને ફાયદો થશે, પૂરું આને કારણે તેમનું અટકેલું કામ આગળ વધશે. એટલું જ નહીં, જે MSME સારો કારોબાર કરી રહ્યા છે તેમને વધુ પ્રોત્સાહિત કરવા, તેમના આકાર ક્ષેત્રનો વિસ્તાર કરવા રૂપિયા ૫૦ હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે તેમજ રૂપિયા 10 હજાર કરોડ ફંડસ ઓફ ફંડ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત MSME ને શેર બજારમાં લિસ્ટિંગ કરવા માટે પણ સરકાર દ્વારા મદદ કરવામાં આવશે.


વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા મૂડીરોકાણ અને ટર્નઓવર ની મર્યાદા વધારવાથી MSME યુનિટનો કારોબાર વધશે તો પણ MSME અંતર્ગત મળતા ફાયદા મળતા રહેશે, જેનાથી સેક્ટરને ચોક્કસપણે પ્રોત્સાહન મળશે. આત્મનિર્ભર ભારતનું નિર્માણ મેક ઇન ઇન્ડિયા થી આગળ વધશે.


વાઘાણીએ જણાવ્યું હતું કે, 15 હજાર થી ઓછા પગારદારી નાગરિકોના પગારના 24% કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ ૨૦૨૦ સુધી ઇપીએફમાં જમાં કરાવવામાં આવશે અને તેઓ પીએફમાંથી પૈસા પણ લઇ શકશે, જેનાથી કર્મચારીઓને નાણા વ્યવસ્થાપનમાં સરળતા રહેશે. આ ઉપરાંત સરકારી સંસ્થાઓ સિવાયના પગારદારોને પગારનો વધુ હિસ્સો ઉપયોગમાં મળે તે હેતુથી ઇ.પી.એફ 12% થી ઘટાડી 10% કરવામાં આવશે. આ નિર્ણયથી દેશના મધ્યમ વર્ગને ચોક્કસપણે ફાયદો થશે.


વાઘાણીએ જણાવ્યું હતું કે, નાણામંત્રી  મતી નિર્મલા સીતારામન દ્વારા NBFC માટે 30 હજાર કરોડ રૂપિયાની વિશેષ લિક્વિડીટી સ્કીમ, વીજળી કંપનીઓને ૯૦,૦૦૦ કરોડ રૂપિયાની નકદી ફાળવવી તેમજ રેલ્વે,સડક,હાઇવે સહિતના વિવિધ સરકારી નિર્માણ કાર્યો સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોને નિર્માણ કાર્ય પૂરું કરવા માટે વધુ છ મહિનાનું એક્સટેન્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


વાઘાણીએ જણાવ્યું હતું કે, રીયલ એસ્ટેટ સંદર્ભે પણ કેન્દ્ર સરકારે આવકારદાયી નિર્ણય કરીને 'રેરા' અંતર્ગત બાંધકામ પૂર્ણ કરવાની સમય મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે જેનાથી બિલ્ડરો પરનું ભારણ ઓછું થશે.


ગુજરાતમાંથી અત્યાર સુધી 262 ટ્રેન દ્વારા 3.90 લાખ શ્રમિકોને પોતાના મોકલાયા


વાઘાણીએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2019- 20 માટે આવકવેરો ભરવાની સમયમર્યાદા 30 નવેમ્બર 2020 સુધી તેમજ ટેક્સ ઓડિટ ની સમય મર્યાદા 31 ઓક્ટોબર 2020 સુધી વધારવામાં આવી છે, ટેક્સ એસેસમેન્ટ ની તારીખ પણ 31 ડીસેમ્બર 2020 સુધી અને વિવાદ સે વિશ્વાસ યોજનામાં પણ 31 ડીસેમ્બર 2020 સુધી નું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. તદુપરાંત નોન સેલેરાઈડ વ્યક્તિ માટે  TDS અને TCS બંનેમાં 25% ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ કરાયેલ નિર્ણયથી વ્યવસાયિકો તેમજ નોકરિયાતોને ચોક્કસપણે ફાયદો મળવાનો છે.


વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોના સંકટના સમયમાં દુનિયાના અનેક દેશો કરતાં ભારતે કોરોનાને મજબૂત લડત આપી છે, જરૂર પડ્યે અનેક દેશોમાં કોરોનાની આસારવાર ઉપયોગી થઇ શકે તેવી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવીને ભારતે એકાત્મ માનવતાવાદ અને વસુધૈવ કુટુંબકમની ભાવનાના સમગ્ર વિશ્વને દર્શન કરાવ્યા છે. આવો આપણે સૌ સ્વાવલંબી, શક્તિશાળી, સમર્થ ભારત બનાવવા પ્રધાનમંત્રી   નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન માં સહભાગી થઈને  ભારતને વિશ્વ ગુરુ બનાવવાના આ મહાયજ્ઞમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીને ફાળો આપીએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર