Sabarmati Polluted River: ગુજરાત હાઇકોર્ટે સાબરમતી નદીના પ્રદૂષણને લઇને ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ (CPCB) ના 2022 ના રિપોર્ટ અનુસાર તમિલનાડુની કૂમ નદી બાદ સાબરમતી ભારતની બીજી સૌથી પ્રદૂષિત નદી છે. જેને લઇને ગુજરાત હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરમતીના પ્રદૂષણના મામલે ગુજરાત હાઇકોર્ટે ઓગસ્ટ 2021 થી સંજ્ઞાન લીધું છે. આ મુદ્દે સુનાવણી કરતાં શુક્રવારે હાઇકોર્ટની મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટીસ વૈભવી નાણાવટીની ખંડપીઠે સાબરમતી નદીને દેશની બીજી સૌથી પ્રદૂષિત નદી બતાવનાર સીપીસીબીના રિપોર્ટને હાઇકોર્ટના રેકોર્ડ પર રાખવાનો આદેશ આપ્યો છે. 

આ પણ વાંચો: ભૂજમાં ગરમીનો પારો ચઢ્યો, 71 વર્ષ બાદ ફેબ્રુઆરીમાં નોંધાયું સૌથી વધુ તાપમાન
આ પણ વાંચો: ઉલટી ગંગા: સુરતમાં જમાઇની જાન લઇને સસરા પહોંચ્યા, જેઠ બન્યો કન્યાનો ભાઇ
આ પણ વાંચો: કોણ હતી પૃથ્વી પરની સૌ પ્રથમ દુલ્હન, કેવી રીતે શરૂ થઈ લગ્નની પરંપરા?


CPCB ના આંકડાએ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD)ના સંદર્ભમાં દેખરેખના આધારે 279 નદીઓ પર 311 પ્રદૂષિત વિસ્તારોની ઓળખ કરી છે, જે કાર્બનિક પ્રદૂષણનું સૂચક છે. અહેવાલ મુજબ, ગાંધીનગરના રાયસણ અને ધોળકાના વૌઠા વચ્ચેના સાબરમતી પટમાં BOD 292 મિલીગ્રામ પ્રતિ લીટર હતો.


ગુજરાત હાઈકોર્ટે ઓગસ્ટ 2021માં પોતે દખલ કરી અને નદીના પ્રદૂષણને કાબૂમાં લેવા માટે કોર્ટ દ્વારા નિયુક્ત નવ સભ્યોની સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કર્યા પછી પણ છેલ્લાં પાંચ વર્ષમાં સાબરમતીની પર્યાવરણીય સ્થિતિ (ecological status) ખરાબથી ખરાબ થઈ ગઈ છે. જીવનરેખા હોવાને કારણે તે હવે ભારતની બીજી સૌથી પ્રદૂષિત નદી છે. સંસદીય કાર્યવાહી દરમિયાન આ વાતનો ખુલાસો થયો હતો.


આ પણ વાંચો: Mahashivratri 2023: બજારમાંથી તાજા અને મીઠા શક્કરિયાં ખરીદવાની આ છે અદ્ભુત Tips
આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક


નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા 2018ના આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે જૈવિક પ્રદૂષકો (organic pollutants )ના મુખ્ય  સંકેતકોમાંથી એક બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) સ્તર ખેરોજ અને વૌથા વચ્ચેના સાબરમતીમાં  4 મિલીગ્રામ/લીટર થી 147 મીલીગ્રામ/લીટર વચ્ચે હતું. 


જો કે, નવેમ્બર 2022ના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના અહેવાલમાં જણાવાયું હતું કે સાબરમતીમાં ગાંધીનગરના રાયસણ અને ધોળકાના વૌઠા વચ્ચે સાબરમતીમાં BOD નું  સ્તર 292 મીલીગ્રામ/લીટર હતું. CPCB એ હવે સાબરમતીને કેટેગરી-I હેઠળ વર્ગીકૃત કર્યું છે જે તેને 'ગંભીર રીતે પ્રદૂષિત' દર્શાવે છે.


આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર


કેન્દ્રીય જળ મંત્રાલયના ડેટા દર્શાવે છે કે તામિલનાડુની કૂમ નદી પછી સાબરમતી ભારતની બીજી સૌથી પ્રદૂષિત નદી છે. CPCB ના માપદંડોના અનુસાર એક નદી નહાવા માટે ત્યારે યોગ્ય છે જ્યારે તેનું BOD સ્તર 6 6 mg/l કરતાં ઓછું હોય તો તે સ્નાન માટે યોગ્ય છે. જો BOD સ્તર 2 mg/l કરતાં ઓછું હોય તો તેને પીવા માટે સલામત ગણવામાં આવે છે.


આ BOD સ્તરોના આધારે, CPCB એ દેશની 279 નદીઓ પરના 311 વિસ્તારોને ઓળખી કાઢ્યા છે, જે મુખ્યત્વે જળાશયોમાં વહેતા પાણીને કારણે પ્રદૂષિત છે. અહેવાલ મુજબ, તમિલનાડુમાં ચેન્નાઈ નજીક અવડી અને સત્યનગર વચ્ચેની કૂમ નદીના પટ માટે 345 mg/l ની BOD માપવામાં આવી હતી, જે તેને દેશની સૌથી ખરાબ પ્રદૂષિત નદી પટ બનાવે છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે નદીઓમાં ટ્રીટ ન કરાયેલ ગટરનું ખુલ્લું નિકાલ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. સાબરમતીના નિયુક્ત વિસ્તાર સાથે રાસાયણિક ઉત્પાદન એકમો સિવાય સંખ્યાબંધ કાપડ ઉત્પાદન અને પ્રોસેસિંગ યુનિટ છે. ગંદકી જોઈને, ડિસેમ્બર 2021 માં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ રાયપુરમાં અંકુર ટેક્સટાઈલ, નરોડામાં અરવિંદ લિમિટેડ અને ખોખરામાં આશિમા લિમિટેડ સહિત 250 ઔદ્યોગિક એકમોના ડ્રેનેજ કનેક્શનો કાપી નાખ્યા હતા. 


આ પણ વાંચો: શું તમે પણ સપનામાં માણ્યું છે તમારા ક્રશ સાથે સેક્સ, તો આ જરૂરથી વાંચજો
આ પણ વાંચો: અમરફળ છે કે પોષકતત્વો અને વિટામીનોનો ખજાનો, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: નાકમાં આંગળી નાખવાની આદત હોય તો સુધારી દેજો, રિસર્ચમાં થયા ચોંકાવનારા ખુલાસા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube