પ્રશાંત ઢીવરે-સુરત: વીર નર્મદ યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નિતી અંતર્ગત હિન્દુ સ્ટડીનો અભ્યાસક્રમ શરૂ કર્યા બાદ હવે સંસ્કૃત સંભાષણનો સર્ટિફિકેટ કોર્સ 15 ઓગસ્ટથી શરૂ કરવા જઈ રહી છે. સંસ્કૃત સંભાષણનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરતી ગુજરાતની સરકારી પહેલી વીર નર્મદ યુનિવર્સિટી બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતીઓ મર્યા સમજો! જુલાઈ મહિનામાં જ 800થી વધુ પાણીજન્ય રોગોના કેસ નોંધાયા, 18ના મોત


વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ અને પરંપરાની જાણકારી મળી રહે અને પ્રોત્સાહિત થાય તે માટે દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝ વિભાગ શરૂ કરાયો છે. જેમાં હવે સંસ્કૃત સંભાષણનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ અભ્યાસથી વિદ્યાર્થીઓમાં પરંપરાગત ભાષા સંસ્કૃત અંગેની જાણકારી મળશે તથા તેમની સંસ્કૃત બોલવા, વાંચન, લેખનની ક્ષમતા વધારી શકાય તે માટેનો ઉદ્દેશ છે. આ કોર્સ 15 ઓગસ્ટથી શરૂ કરવામાં આવનાર છે. જ્યારે અત્યારથી જ એડમિશનો આવવાના શરૂ થઈ ગયા છે. 


ચોમાસાના ભયાનક ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો! હવે આ જિલ્લાઓનો છે વારો, જાણો ઘાતક આગાહી


દક્ષિણ ગુજરાત વીર નર્મદા યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડી કોર્ડીનેટર બાલાજી રાજેશે જણાવ્યું હતું કે વિર નર્મદ યુનિવર્સિટીમાં આ વર્ષે સંસ્કૃત સંભાષણનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો છે. ભારતીય જ્ઞાન પરંપરાગત અંતર્ગત અલગ અલગ ક્રેડિટના કોર્સ બનાવવાની જોગવાઈ હતી તે અંતર્ગત આ સર્ટિફિકેટ કોર્સ બનાવ્યો છે. કુલ 40 કલાકનો આ કોર્સ રહેશે અને એમાં બે ક્રેડિટ રાખવામાં આવી છે. કોર્સ બનાવવાનો પાછળનો ઉદ્દેશ એ છે કે યુનિવર્સિટીના કે અન્ય કોઈપણ વિદ્યાર્થી કે યુવા જેમની ઉમર 12 વર્ષની ઉપરનો છે એ વિદ્યાર્થી આ ભાગ લઈ બે ક્રેડિટનો કોર્સ કરી શકે છે. 


સુરતમાં શ્વાસ અધ્ધર કરી દે તેવી ઘટના! કેમિકલ ભરેલું ડ્રમ ફાટતાં 4ના કમકમાટીભર્યા મોત


વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોર્સ કરવાનો હેતુ એ છે કે જે ભારતીય નોલેજ છે.ભારતના ધર્મગ્રંથમાં રહેલું નોલેજ છે.અને જે દેવ ભાષા છે.એ દેવ ભાષા સંસ્કૃત લોકો સુધી જાય લોકો આ ભાષા વાંચી, લખી શકે અને સમજી શકે તે હેતુ છે .આ કોર્સ કર્યા બાદ તે વેકતી સંસ્કૃત ભાષા વાંચી, લખી શકશે અને સમજી શકશે આવી સ્થિતિમાં આવી જશે. એનાથી આવું થશે કે આપણા શાસ્ત્રો,ગ્રંથો નો ખોટી રીતે કોટ કરવાની આખી એક સિસ્ટમ ઉભી થઇ છે.


અમદાવાદીઓ સાવધાન! આ વિસ્તારમાં રોંગ સાઈડમાં વાહન હંકારશો તો 100 ટકા ટાયર ફાટી જશે!


ભારતમાં યુવાનો ભારતનું નોલજે સમજવું હોય તો એને સંસ્કૃત ભાષા આવી જરૂરી છે.એટલે આ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. અલગ અલગ સંસ્થાઓ સંસ્કૃતિ ભાષા શીખવા માટે પ્રયત્નશીલ છે. પરંતુ રાજ્યની પ્રથમ સરકારી વીર નર્મદ યુનિવર્સિટી છે જે સંસ્કૃત ભાષામાં સંસ્કૃત સંભાષણ શીખવાડશે.


સસ્તા ટામેટા વેચવામાં ફેલ થઇ સરકાર! ફરી આસમાને પહોંચ્યા ભાવ, મધર ડેરી પર ₹259