Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે છોટાઉદેપુરમાં કુખ્યાત બુટલેગરનું ભાજપના કાર્યાલયમાં જ સ્ટેજ પર સન્માન કરાયું હોવાનાં દ્રશ્યો સામે આવ્યાં છે. જી હા... ઈંગ્લિશ દારૂ વેચવાના આઠ કેસના આરોપીના ભાજપમાં હારતોરા થઈ રહ્યા છે. મધ્ય ઝોનના પ્રભારી અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા ખુદ કુખ્યાત બુટલેગરનું ગુલાબનું ફૂલ આપીને સન્માન કરી રહ્યા છે. સાહેબ હારતોરા કરી તમે ગુજરાત પોલીસનું મોરલ ડાઉન કરી રહ્યાં છે. તમે પણ એક સમયે ગૃહમંત્રી રહી ચૂક્યા છો હવે તમારા હારતોરા છોટાઉદેપુરને ભારે પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZEE 24 Kalak Exclusive; ગુજરાતની વધુ ત્રણ બેઠકો પર ઉમેદવારો બદલાવાની અટકળોનો અંત


વર્ષ 2022માં જે બુટલેગરને SOG પોલીસે દબોચીને અંદર કર્યો હતો, એ જ બુટલેગરને મધ્ય ઝોનના પ્રભારી ગુલાબ આપીને નવાજી રહ્યા છે. છોટાઉદેપુરનો નામચીન બુટલેગર પિન્ટુ જયસ્વાલ છે. વર્ષ 2022માં SOG પોલીસે અલીરાજપુરથી પિન્ટુ જયસ્વાલની ધરપકડ કરી હતી. ભાજપના કાર્યાલય ખાતે ભરતી મેળામાં બુટલેગરનું કેવી રીતે સન્માન કરવામાં આવી રહ્યું છે તે વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભાજપે છોટાઉદેપુરના બુટલેગરને જાહેર મંચ પર બેસાડ્યો છે. 


હોળી પહેલાં હૈયાહોળી કરાવે તેવી અંબાલાલની આગાહી; જાણો આ વર્ષે કેવું રહેશે ચોમાસું?


એટલું જ નહીં, છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનું કાર્યાલય બનાવવા માટે આ બુટલેગરે જ પોતાની જમીન આપી હતી. એટલે કે, ભારતીય જનતા પાર્ટી બુટલેગરની જમીન પર બનેલા ભાજપ કાર્યાલય પર ગુલાબના ફૂલથી બુટલેગરનું સન્માન કરી રહી છે. જે બુટલેગર પર દારૂના 8 કેસ છે, તેનું જાહેર મંચ પર કેવી રીતે કોઈ સન્માન કરી શકે? પરંતુ વીડિયોમાં ધ્યાનથી જુઓ... કેવી રીતે ભાજપના કાર્યાલયમાં જાહેર કાર્યક્રમમાં કુખ્યાત બુટલેગર ભગવતીપ્રસાદ ઉર્ફે પિન્ટુ જયસ્વાલનું ભાજપના નેતાઓ સન્માન કરી રહ્યા છે. નેતાઓ વોટબેન્ક માટે શરમ નેવે મૂકી રહ્યાં છે. 


ચારેબાજુ ગૂંજ્યો જય રણછોડ, માખણ ચોરનો નાદ...ડાકોર મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ