મુસ્તાક દલ/જામનગર: જામનગરમાં લોકસભા અને વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની જંગી જાહેર સભાનું આયોજન કર્યું હતું. જ્યારે તાજેતરમાં જ અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસ છોડવા મુદ્દે મીડિયા સમક્ષ મુખ્યમંત્રી નિવેદન આપ્યું હતું. અને ભાજપમાં અલ્પેશ ઠાકોરના જોડવા અંગે હજુ કોઇ વાત કે ચર્ચા થઈ નથી તેમ કહી ટાળ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં ભાજપ દ્વારા આજે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના બન્ને ઉમેદવાર પુનમબેન માડમ અને રાઘવજી પટેલને જીતાડવા મુખ્યમંત્રીએ જનમેદનીને હાકલ કરી હતી. જયારે સભામાં ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી આર સી ફળદુ અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત ભાજપના નેતાઓ, આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા.


અલ્પેશ ગજબની પોલિટિક્સ શીખી ગયા છે અને રમી રહ્યા છે: હાર્દિક પટેલ


જ્યારે આજે કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસ છોડવા બાબતે મીડિયા સમક્ષ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અલ્પેશે દુઃખ સાથે કોંગ્રેસ છોડી છે. અલ્પેશે કોંગ્રેસ સમક્ષ વિશ્વાસઘાતનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે ઠાકોર સમાજની અવગણના કરી છે. ઠાકોર સમાજ અને ઠાકોર સેનાની કોંગ્રેસમાં અવગણનાને લઇને અલ્પેશે કોંગ્રેસ છોડી છે એવા સમાચાર મળ્યા છે.



આ બાબતે મુખ્યમંત્રીનું સ્પષ્ટ માનવું છે કે, કોંગ્રેસમાં કોઇ ધણીધોરી નથી. કોંગ્રેસ પરિવાર વાદમાં ડૂબતી નાવ છે. કોંગ્રેસ દરેક લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી રહી છે. અનેક લોકોએ કોંગ્રેસ છોડી છે અને છોડતા રહ્યા છે. એ જ દેખાડે છે કે, આવતા દિવસોમાં કોંગ્રેસનું પૂર્ણ પતન થવાનું છે. જ્યારે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવા અંગે મુખ્યમંત્રી જણાવ્યું હતુ કે, અત્યારે કોઇ વાત કે ચર્ચા નથી અને આ રીતે અલપેશ ઠાકોરનું ભાજપમાં જોડાવા અંગેની વાતને સમર્થન આપ્યું ન હતું.