અલ્પેશ ગજબની પોલિટિક્સ શીખી ગયા છે અને રમી રહ્યા છે: હાર્દિક પટેલ
હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોરના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અલ્પેશ ઠાકોર દ્વારા આજે લેવામાં આવેલો તેમનો આ નિર્ણય વ્યક્તિગત છે. અલ્પેશને કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધુ આપ્યું છે. થોડા ઓછા સમયમાં જ કોંગ્રેસ પાર્ટીએ અલ્પેશ ઠાકોરને અનેક જવાબદારીઓ પણ આપી છે. અગાઉ પણ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ન છોડાવા માટે પત્રકાર પરિષદ યોજી હતી.
Trending Photos
અમિત રાજપુત/અમદાવાદ: હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોરના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અલ્પેશ ઠાકોર દ્વારા આજે લેવામાં આવેલો તેમનો આ નિર્ણય વ્યક્તિગત છે. અલ્પેશને કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધુ આપ્યું છે. થોડા ઓછા સમયમાં જ કોંગ્રેસ પાર્ટીએ અલ્પેશ ઠાકોરને અનેક જવાબદારીઓ પણ આપી છે. અગાઉ પણ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ન છોડાવા માટે પત્રકાર પરિષદ યોજી હતી.
ભાજપ દ્વારા કોંગ્રેસમાં અંદરો અંદર ઝઘડો કરાવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલ્પેશને ઠાકોરને હું પણ સમજાવાનો પ્રયત્ન કરીશ. મે અલ્પેશ ઠાકોરને ફોન કર્યો પણ અલ્પેશ ઠાકોરે રીશીવ ક્યો નોહતો. વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે, અલ્પેશ ગજબની પોલિટિક્સ શીખી ગયો છે અને રમી રહ્યો છે.
સન્માન અને વિશ્વાસઘાતનો ઉલ્લેખ કરી, જાણો અલ્પેશ ઠાકોરે શું લખ્યું રાજીનામા પત્રમાં
અલ્પેશ ઠાકોર અને હાર્દિક જેવા લોકો તાનાશાહી સરકાર સામે લડે તેવી મારી ઇચ્છા છે. યુવાનો સરકાર સામે સવાલ ઉઠાવે તેવી મારી ઇચ્છા છે. મારી અલ્પેશ ઠાકોર સાથે હરીફાઈ નથી. મને પાર્ટી સાથે જોડાયે હજી એક મહિનો પણ નથી થયો અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ દ્વારા મહત્વના હોદ્દાઓ આપવામાં આવ્યા છે. છતા તેમને શું નારાજગી થઇ એ મુદ્દા પર પાર્ટી વિચારણા કરશે.
મારી લડાઇ લોકોના સન્માન માટેની છે: અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરે ગઇકાલે અનેક અટકળો વચ્ચે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. ત્યારે આજે અલ્પેશ ઠાકોરે zee24kalak સાથેની વાતચીતમાં કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપો કરતા જણાવ્યું કે, કોંગ્રેસે અમારી સાથે દગો કર્યો છે. અમે બહું અપેક્ષાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે અમારો ઉપયોગ કરી તરછોડી દીધા છે.
બનાસકાંઠા બેઠક પર ત્રિ પાંખીયો જંગ
અલ્પેશ ઠાકોર આજે બનાસકાંઠાના દિયોદર તાલુકાની મુલાકાતે આવી પહોંચશે. ત્યાં ઠાકરો સેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના કાર્યાલયનો પ્રારંભ કરવાવા અને તેમના સમર્થન અને પ્રચાર માટે જાહેર સંભાનું સંબોધન કરશે. જેને લઇને હવે જોવાનું રહ્યું કે, બનાસકાંઠામાં ઠાકોર સેનાના મત સૈથી વધુ હોવાથી ભાજપ-કોંગ્રેસ અને ઠાકોર સેના વચ્ચે ત્રી-પાંખીઓ જંગ જામશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે