જાવેદ સૈયદ, અમદાવાદ: 260 કરોડ રૂપિયાની છેતરપીંડી કરનાર વિનય શાહની પત્ની ભાર્ગવી શાહના રિમાન્ડ પુરા થતા ગુરુવારે CID ક્રાઇમ દ્વારા ફરીવાર તેને મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં CIDએ ભાર્ગવી શાહના આજે નવા 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે રિમાન્ડની માંગણી ફગાવતા ભર્ગવી શાહને જયુડિશિયલ કસ્ટડી મોકલી દેવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: મહિસાગરઃ બ્યુટીપાર્લરમાં યુવતીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકનું કાઢ્યું કાસળ


સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ જસ્ટિસ એ.સી. જોશી સમક્ષ દલીલ કરી હતી કે, આરોપીએ ક્યાં ક્યાં વિદેશ યાત્રા કરી હતી અને છેતરપિંડી તરીકે મેળવેલ રૂપિયાનું રોકાણ ક્યાં કર્યું છે તેની તપાસ હજી બાકી છે. આરોપી ભાર્ગવી શાહે આશરે 6 કરોડની છેતરપિંડીનો કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ GPID અધિનિયમ મુજબ ગંભીર ગુનો છે અને માટે ભાર્ગવી શાહના વધુ રિમાન્ડ આપવામાં આવે.


વધુમાં વાંચો: ભાવનગર: માનવભક્ષી સિંહનો કોળીયો બન્યો યુવાન, દરિયાકાંઠા નજીક મળ્યો મૃતદેહ


ભાર્ગવી શાહના વકીલ નીતિન રાવલે કહ્યું કે, ભાર્ગવી વિનય શાહની સ્કીમ વિશે જાણતી નથી. અગાઉ આપેલા 6 દિવસના રિમાન્ડમાં બધી જ માહિતી આરોપીએ પુરી પાડી છે. આ કેસમાં ભાર્ગવી શાહ મુખ્ય આરોપી નથી. જેથી વધુ રિમાન્ડએ મૂળભૂત અધિકારીઓનું હનન છે. CID ઈચ્છે તો જયુડિશિયલ કસ્ટડીમાં પણ વધુ પૂછપરછ કરી શકે છે. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ જસ્ટિસ એ.સી. જોશીએ ભાર્ગવી શાહના વધુ રિમાન્ડ ના-મંજુર કર્યા હતા અને જયુડિશિયલ કસ્ટડી મોકલવાનો હુકમ કર્યો હતો.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...