ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાતની હોસ્પિટલમાં ફરી એકવાર આગ (fire)લાગવાની ઘટના સર્જાઇ છે. ઓગસ્ટથી અત્યાર સુધી ગુજરાતના ગુજરાતની હોસ્પિટલમાં આગ લાગવાની ચોથી ઘટના છે. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં 5 લોકોના મોત થયા છે. ICU વોર્ડમાં 11 પૈકી 6 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે કે 5 દર્દી આગમાં ભડથુ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોસ્પિટલ (covid hospital) ના બીજી માળે મશીનરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ત્યારે વેન્ટિલેટરમાં આગ લાગવાના બનાવો મુદ્દે ઇલેક્ટ્રિકલ ઇજનેર એક્સપર્ટે કોમેન્ટ કરતાં કહ્યું હતું કે શોર્ટ સર્કિટથી આગ લાગતી હોવાના દાવા ખોટા છે. 

મોડી રાત્રે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ, 5 દર્દી આગમાં હોમાયા


શોર્ટ સર્કિટની ઘટનાના ૧૦ મીલી સેકન્ડમાં મેઇન સ્વિચ ટીપીંગ થઇ જાય છે. વેન્ટિલેટર  24 કલાક ચાલુ રહેતું હોવાથી જે કદાચ હિટ પકડી હોય તો આગ લાગી શકે છે. સ્ટિપિંગ ડિવાઇસ, ફ્યુઝ અને કેબલ સ્ટાન્ડર્ડ રેટના હોવા જોઈએ તે જરૂરી છે. 


જો ૧૦ એમેપીયરના સાધનો હોય તો વાયર અને અન્ય ઇક્નીવમેન્ટ તેમનાથી ઉપરના રેટીંગના એટલે ૧૩ થી ૧૪ અમ્પીયર  ના હોવા જોઇએ. જો ઓછા રેટીંગના વાયર હોય તો ઇન્સુલેશન ઓગળવાથી આગ લાગવાની શક્યતા વધી જાય છે. 


જો ઓક્સીઝન લીકેજ હોય અને ઇલેકટ્રીક્ટ ઇકવીપમેન્ટ હાઇ ટેમ્પરેચર પર હોય તો આગ લાગી શકે છે. વાયર ફ્યૂઝ અને ટીપીંગ ડિવાઇઝનું પ્રોપર સીલેક્શન તથા સમયાંતરે યોગ્ય મરામતથી આકસ્મિક આગની ઘટના પર કાબુ મેળવી શકાય. 

રાજકોટ આગમાં હોમાયેલા સંજય રાઠોડના પરિવારે કહ્યું, ‘4 કરોડ આપે તો પણ ગયેલી વ્યક્તિ પાછી આવવાની નથી’


અત્રે ઉલ્લેખનીય છે કે નામ ન આપવાની શરતે અધિકારીએ જણાવ્યું હતું કે વેન્ટીલેટરની બોડી ફાઇબરની હોવાથી હિટ પકડે અને જો સ્પાર્ક થાય તો આગ લાગી શકે છે. તેમ જ વેન્ટીલેટર વાળા વોર્ડમાં ઓક્સીઝન ભરપૂર માત્રામાં હોવાથી આગ લાગવામાં પ્રેરક બળ પુરુ પાડે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે હાલ મોટા ભાગના વેન્ટીલેટર કોવિડ વોર્ડમાં હોવાથી તેની યોગ્ય મરામત થતી નથી જે આગનું મુખ્ય કારણ હોઇ શકે છે. 


ચાર મહિનામાં ગુજરાતની 5 હોસ્પિટલમાં આગ, 13 ના મોત  
ઓગસ્ટ મહિના બાદ ગુજરાતની પાંચમી હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો છે. ત્યારે આ કોવિડ હોસ્પિટલોમા સતત બની રહેલી આગની ઘટના બાદ પણ સરકારની પેટનું પાણી હલતુ નથી. આ પહેલા અમદાવાદની શ્રેય હોસ્પિટલ. સુરત ટ્રાયસ્ટાર હોસ્પિટલ, જામનગરની જીજી હોસ્પિટલ અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ બની ચૂક્યા છે. ત્યારે સરકાર દ્વારા એક પણ હોસ્પિટલમાં હજી સુધી કોઈ પગલા લેવાયા નથી. માત્ર તપાસનો દોર યથાવત છે. 

રાજકોટ અગ્નિકાંડમાં સુપરહીરો બન્યો હોસ્પિટલનો કર્મચારી અજય વાઘેલા


અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ ઓગસ્ટ મહિનામાં બન્યો હતો. 4 મહિના થયા હોવા છતા જવાબદાર લોકો સામે હજુ સુધી પગલાં લેવામાં  આવ્યા નથી. શ્રેય આગકાંડમાં કોરોનાની સારવાર લઈ રહેલા 8 નિર્દોષના જીવ હોમાયા હતા. જ્યારે પણ આગની મોટી ઘટના બને ત્યારે તંત્ર દ્વારા બે દિવસમાં હરકતમાં રહી કામગીરી કરવામાં આવે છે. પરંતું ત્યારબાદ તંત્ર પણ જૈસે થે વૈસેની સ્થિતિમાં આવી જાય છે. આગની ઘટનામાં નિર્દોષના જીવ હોમાય છે. પરંતુ સરકાર જવાબદાર લોકો સામે ક્યારે પગલાં ભરશે તે પણ એક સવાલ છે. ચાર મહિનામાં ગુજરાતની 5 હોસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં કુલ 13 લોકોના મોત નિપજ્યા છે. 

રાજકોટ કરુણાંતિકામાં પિતાની છત્રછાયા ગુમાવનારા પુત્રોએ કહ્યું, સરકાર આવી હોસ્પિટલો બંધ કરાવે


- 6 ઓગસ્ટ - અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ


- 25 ઓગસ્ટ - જામનગરની GG હોસ્પિટલના ICU વિભાગમાં શોર્ટસર્કિટથી આગ


- 8 સપ્ટેમ્બર - વડોદરાની SSG હોસ્પિટલના ICUમાં આગ 


- 18 નવેમ્બર - સુરતની ટ્રાયસ્ટર હોસ્પિટલમાં આગ 


- 26 નવેમ્બર - રાજકોટની શિવાનંદ હોસ્પિટલના આઈસીયુમાં આગ 

રાજકોટ અગ્નિકાંડને કુદરતી આફત ગણાવીને ફસાયા મેયર બીનાબેન આચાર્ય


મુખ્યમંત્રીએ મૃતકો માટે સહાય જાહેર કરી  
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની  શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ આ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એકે રાકેશને જવાબદારી સોંપી છે.