હવામાન વિભાગની વધુ એક આગાહીથી વધી જશે ધરતીપુત્રોના ધબકારા! ખેડૂતોના માથે તોળાઈ રહ્યું છે આ મોટું સંકટ
હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 28 અને 29 એટલે કે, મંગળ અને બુધવારના જિલ્લાના અમુક સ્થળે હળવા વરસાદની શક્યતા છે. ભુજમાં પારો નીચે જવાથી જિલ્લામાં ઠંડી અનુભવાઇ રહી છે અને લોકોને રાત્રે હીટર ચાલુ કરવા પડે છે.
ઝી બ્યુરો: કચ્છમાં માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં કમોસમી વરસાદ અને ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગે જિલ્લામાં કાલથી બે દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. માવઠાની આગાહી વચ્ચે કચ્છમાં નલિયા ન્યૂનત્તમ 13.6 ડિગ્રી સાથે રાજ્યનું બીજા નંબરનું ઠંડું મથક બની રહ્યું છે. કચ્છના વાતાવરણમાં છેલ્લા ત્રણેક દિવસથી બદલાવ આવ્યો છે, અને તાપમાનનો પારો ઉંચકાવાની સાથે ઠંડી ગાયબ થઇ ગઇ હતી. પરંતુ હવે વરસાદના કારણે મારકણા ઠારે લોકોને ધ્રુજાવશે.
હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 28 અને 29 એટલે કે, મંગળ અને બુધવારના જિલ્લાના અમુક સ્થળે હળવા વરસાદની શક્યતા છે. ભુજમાં પારો નીચે જવાથી જિલ્લામાં ઠંડી અનુભવાઇ રહી છે અને લોકોને રાત્રે હીટર ચાલુ કરવા પડે છે. રાત્રે ઠંડક અને વરસાદના કારણે બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. ઠંડક અને માવઠાના કારણે કચ્છ કાશ્મીર જેવું બની રહ્યું છે. આજે પણ કચ્છમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ઠંડીમાં વધારો થયો છે. નલિયા ન્યૂનત્તમ 13.6 ડિગ્રી સાથે રાજ્યનું બીજા નંબરનું ઠંડું મથક બન્યું છે. મોર્નિંગ વોકમાં નીકળતા લોકોએ હિલ સ્ટેશન જેવા માહોલનો આનંદ લીધો હતો. તેમજ ચાની કીટલીઓ પર લોકોનો જમાવડો પણ જોવા મળ્યો હતો.
સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી 48 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ બુધવારથી લઘુતમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થશે. જેના કારણે ઠંડીનો અનુભવ થશે.
હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. અગામી 24 કલાક વાદળછાયુ વાતાવરણ રહેવાની તેમણે આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ થશે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આગામી સમયમાં રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે.
બાળકો માટે રસી આપવાનો અને બૂસ્ટર ડોઝનો એક્શન પ્લાન તૈયાર, જાણો મનોજ અગ્રવાલનું નિવેદન
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના ઘણા વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે અને પરંતુ સૌથી વધારે 21 મીમી વરસાદ બનાસકાંઠામાં નોંધાયો છે.
ગઈકાલ મોડી રાતથી ઉત્તર ગુજરાત, અમદાવાદ, પ્રાતિજ, હિંમતનગર, વિજાપુર સહિત અનેક તાલુકામાં કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ગઈકાલે (સોમવાર) હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, દાહોદ ગોધરા, પંચમહાલ, મહિસાગર અને અરવલ્લી જિલ્લાના વિવિધ ભાગોમાં માવઠાની વકી છે. આ સાથે 29 ડિસેમ્બરથી ઠંડીના વધુ એક રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે.
બેટ દ્વારકાની જમીન પર વક્ફ બોર્ડનો દાવો; હાઈકોર્ટ બાદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરી ઉઠાવ્યા મોટા સવાલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube