કોંગ્રેસના સ્થાપના દિને ઝંડો ઉપર જવાના બદલે સોનિયાજીના હાથમાં આવ્યો, બીજી બાજુ સિદ્ધાર્થ પટેલે વાટ્યો ભાંગરો

કોંગ્રેસના 137માં સ્થાપના દિવસે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે લોકોને સંબોધન કરી રહ્યા હતા. ત્યારે તેમને ભાંગરો વાટ્યો છે. કોંગ્રેસની સ્થાપના દિવસનો જ સિદ્ધાર્થ પટેલે ખોટો ઉલ્લેખ કર્યો છે.

કોંગ્રેસના સ્થાપના દિને ઝંડો ઉપર જવાના બદલે સોનિયાજીના હાથમાં આવ્યો, બીજી બાજુ સિદ્ધાર્થ પટેલે વાટ્યો ભાંગરો

ઝી બ્યુરો/અમદાવાદ: કોંગ્રેસના 137માં સ્થાપના દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે. પરંતુ આજે એવી બે મોટી ઘટનાઓ સામે આવી જેના કારણે ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. દિલ્હીમાં પાર્ટી કાર્યાલય પર સ્થાપના દિવસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના કેટલાય મોટા નેતાઓની સાથે કાર્યકર્તાઓ પણ સામેલ થયા હતા. ઉજવણી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ધ્વજ ફરકાવી રહ્યા હતા ત્યારે કોંગ્રેસનો ધ્વજ જ નીચે પડી ગયો. ત્યારબાદ ગુજરાતમાં પણ પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે ભાંગરો વાટ્યો છે. કોંગ્રેસની સ્થાપના દિવસેનો જ ખોટો ઉલ્લેખ પોતાના ભાષણમાં કર્યો છે. આ બન્ને ઘટનાઓની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ગુજરાતમાં સિદ્ધાર્થ પટેલે ભાંગરો વાટ્યો

— Zee 24 Kalak (@Zee24Kalak) December 28, 2021

કોંગ્રેસના 137માં સ્થાપના દિવસે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે લોકોને સંબોધન કરી રહ્યા હતા. ત્યારે તેમને ભાંગરો વાટ્યો છે. કોંગ્રેસની સ્થાપના દિવસનો જ સિદ્ધાર્થ પટેલે ખોટો ઉલ્લેખ કર્યો છે. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, 1985માં કોંગ્રેસની સ્થાપના થઈ હતી. પરંતુ હકીકતમાં કોંગ્રેસની સ્થાપના 1885માં થઈ હતી. પાછળથી ભુલ સમજાતા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ હોવાનો ઉલ્લેખ કરીને વાળવાનો પ્રયત્ન કર્યો હતો.

 

પાર્ટીનો ધ્વજ ફરકાવતા પહેલા જ સોનિયા ગાંધીના હાથમાં પડ્યો

— ANI (@ANI) December 28, 2021

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ધ્વજ ફરકાવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસનો ધ્વજ જ નીચે પડી ગયો. આ ઘટનાનો એક વીડિઓ પણ સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના 137માં સ્થાપના દિવસની ઉજવણી પાર્ટી કાર્યાલય પર કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના કેટલાય મોટા નેતાઓની સાથે કાર્યકર્તાઓ પણ સામેલ થયા હતા. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news