બાળકો માટે રસી આપવાનો અને બૂસ્ટર ડોઝનો એક્શન પ્લાન તૈયાર, જાણો મનોજ અગ્રવાલનું નિવેદન

આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કેન્દ્રિય આરોગ્ય સચિવ સાથે વેક્સિનેશન અંગે વિગતવાર ચર્ચા થઈ છે. જેમાં 15થી 18 વર્ષના બાળકોને રસી મુદ્દે ખાસ વાતચીત કરાઈ છે.

બાળકો માટે રસી આપવાનો અને બૂસ્ટર ડોઝનો એક્શન પ્લાન તૈયાર, જાણો મનોજ અગ્રવાલનું નિવેદન

બ્રિજેશ દોશી/ગાંધીનગર: રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે પીએમ મોદીની જાહેરાત પ્રમાણે જાન્યુઆરીના પહેલા સપ્તાહથી 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવાને લઈને આજે આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે બેઠક યોજી છે. જેમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્ય અને કેન્દ્રીય આરોગ્ય વિભાગની બેઠકમાં પુરી થયા બાદ મનોજ અગ્રવાલે એક પ્રેસ કોન્ફન્સ કરીને જણાવ્યું છે કે રાજ્યમાં 34 લાખ કરતા વધુ કિશોરો હોવાનો એક પ્રાથમિક અંદાજ છે. તમામ જગ્યાઓએ કેમ્પના સ્વરૂપમાં કામગીરી યોજાશે.

 આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કેન્દ્રિય આરોગ્ય સચિવ સાથે વેક્સિનેશન અંગે વિગતવાર ચર્ચા થઈ છે. જેમાં 15થી 18 વર્ષના બાળકોને રસી મુદ્દે ખાસ વાતચીત કરાઈ છે. હાલમા સરકાર પાસે વેક્સિનનો પૂરતો જથ્થો છે. તમામ બાળકોની સાથે સાથે સીનિયર સીટિઝનને પણ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. રસીના બંને ડોઝ લીધાના 9 મહિના બાદ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. સરકાર આ બૂસ્ટર ડોઝ તમામને ફ્રીમાં આપશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે,હેલ્થ, ફ્રન્ટ લાઈન વોરિયર્સને 39 સપ્તાહ બાદ પ્રિકોશનરી ડોઝ અપાશે. 60 વર્ષથી વધુના કોમોરબીડ દર્દીઓને જ પ્રિકોશનરી ડોઝ અપાશે. જ્યારે  બાળકો માટે 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થશે. બાળકો માટે ઓનસાઈટ રજિસ્ટ્રેશન પણ ઉપલબ્ધ રહેશે. જેમાં રાજ્યના 34 લાખથી વધુ બાળકોને આવરી લેવાશે. તંત્ર બાળકોને વેક્સિન આપવા શાળાઓમાં જઈને કેમ્પ કરશે. જુદા જુદા જિલ્લાઓમાં કેમ્પ કરાશે. જેના માટે જિલ્લાના અધિકારીઓ પ્લાનિંગ કરશે.

મોનજ અગ્રવાલે જણાવ્યું કે, બાળકોને સુરક્ષિત રાખવા માટે વેક્સિનેશન અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે બાળકોને કોવેકસીન આપીશું એનો જથ્થો હાલ સરકાર પાસે ઉપલબ્ધ છે. પરંતુ પ્રિકોશનરી ડોઝ બાબતે હજુ વિચારણા ચાલી રહી છે કે ક્રોસ ડોઝ આપી શકાય કે કેમ. રાજ્યમાં હેલ્થ કેર વર્કર 3 લાખ અને ફ્રન્ટ લાઈન વર્કર 3.19 લાખ એલિજીબલ છે. જ્યારે 60 વર્ષથી વધુ વયના 37 હજાર લોકો એલિજીબલ થશે.  આપણી પાસે આજની તારીખે 45 લાખ ડોઝ ઉપલબ્ધ છે. 

તેમણે એક વાત પણ ભાર મૂકતા જણાવ્યું હતું કે, જે બાળકો શાળામાં નથી તેવા બાળકો માટે પણ હર ઘર દસ્તક અભિયાન હેઠળ આવરી લેવાશે. બાળકોના રસીકરણ માટે COWIN પર જ રજિસ્ટ્રેશન થશે અને ઓન સાઈટ રજિસ્ટ્રેશન પણ ઉપલબ્ધ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news