• ગુજરાતે ઇન્ડ્રસ્ટ્રીઝ ક્ષેત્રે કાઠું કાઢ્યું છે, આગામી સમયમાં બહુમાળી GIDCના નિર્માણ માટે આગળ વધી રહ્યા છીએ

  • ધોલેરાને સિંગાપોર કરતા પણ મોટું ઇન્ડ્રસ્ટ્રીઝ સીટી તરીકે વિકસાવાશે

  • છેલ્લા 3 વર્ષમાં નવી 23 GIDC નું નિર્માણ, દરેક જિલ્લાની વિશેષતા મુજબ GIDC બનાવાઇ


ઝી મીડિયા/બ્યૂરો: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) જણાવ્યું છે કે, ઉદ્યોગોના નિર્માણ થકી જ રોજગારીનો (Employment) વ્યાપ વધુને વધુ વધે છે. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે સાધેલો વિકાસ અને માળખાકીય સવલતોના પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. જેના પરિણામે રાજ્યમાં રોજગારીનું પ્રમાણ (Employment Ratio) વધ્યું છે એટલે જ 3.5 ટકાના સૌથી ઓછા બેરોજગારી (Unemployment) દર સાથે ગુજરાત દેશભરમાં રોજગારી માટે મોખરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભામાં (Gujarat Assembly Session) પ્રશ્નોત્તરી સમય દરમ્યાન તાપી (Tapi) અને ડાંગ જિલ્લામાં (Dang) કાર્યરત GIDC અંગે ઉપસ્થિત કરાયેલા પ્રશ્નની ચર્ચામાં સહભાગી થતાં મુખ્યમંત્રીએ (CM Vijay Rupani) ઉમેર્યું કે, ઉદ્યોગોના નિર્માણ થકી ઘર આંગણે રોજગારી (Employment) આપવાના નિર્ધાર સાથે અમે કામ કરી રહ્યા છીએ. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 23 GIDC નું નિર્માણ કર્યું છે અને આગામી સમયમાં બહુમાળી GIDC નું નિર્માણ કરવા તરફ આગળ વધી રહ્યા છે.


આ પણ વાંચો:- ગુજરાતના સર્વાંગી વિકાસમાં ક્લિન એન્ડ ગ્રીન એનર્જી મહત્વનું પરિબળ: સીએમ રૂપાણી


તેમણે કહ્યું કે, દરેક જિલ્લામાં GIDC સ્થાપવાના પ્રયાસો છે. પરંતુ GIDC સ્થાપવા માટે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કરી સર્વે કરવામાં આવે છે. એના આધારે GIDC સ્થપાય છે. દરેક જિલ્લાની વિશેષતા છે જ્યાં ઇન્ફાસ્ટ્રક્ચર અને પોટેન્શીયાલીટી મુજબ કામગીરી કરાય છે અને GIDC નું નિર્માણ કરાય છે.


આ પણ વાંચો:- Gujarat Budget 2021: કોરોનાકાળમાં દેશ-દુનિયા માટે પ્રેરણારૂપ બન્યુ ગુજરાતઃ બજેટમાં હેલ્થ સેક્ટર પર મુકાયો વિશેષ ભાર


તેમણે ઉમેર્યું કે, રાજ્યનો જે રીતે સુગ્રથિત વિકાસ થઇ રહ્યો છે તેને ધ્યાને લઇને ધોલેરાને ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સીટી તરીકે વિકસાવીને સિંગાપોર કરતા પણ મોટું ઇન્ડસ્ટ્રીયલ સીટી તરીકે નિર્માણ કરવાનું આયોજન છે. એ જ રીતે ઇન્ડસ્ટ્રીયલ પોલીસી 2020 અંતર્ગત વિવિધ ઇન્સેન્ટિવ પણ પૂરા પાડીને રોજગારીનો વ્યાપ વધારવામાં આવશે.


આ પણ વાંચો:- Gujarat Government કહે છે કોરોનામાં આવક ઘટી, પણ માસ્ક ન પહેરનાર અમદાવાદીઓ પાસેથી 26 કરોડ લીધા


મંત્રી સૌરભ ભાઇ પટેલે (Minister Saurabh Patel) આ પ્રશ્નના ઉત્તરમાં વધુમાં કહ્યું કે, ટ્રાયબલ વિસ્તારમાં પણ GIDC નું નિર્માણ કરવા અમારી સરકાર કટિબદ્ધ છે અને અનેક વિસ્તારોમાં GIDC ચાલુ પણ છે. તાપી જિલ્લામાં ડોસવાડા ખાતે GIDC ના નિર્માણની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે માટે વેદાન્ત ગૃપ સાથે MOU પણ સરકારે કર્યો છે. જે કાર્યાન્વિત થતાં રોજગારીનું પ્રમાણ ચોક્કસ વધશે તેમ તેમણે ઉમેર્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube