પાંખી હાજરી વચ્ચે ગાંધીનગરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી, સીએમ રૂપાણીએ ધ્વજવંદન કર્યુ
કોરોના કાળમાં આ વખતે ગુજરાતમાં રાજ્યકક્ષાના આઝાદી પર્વ (Independence Day) ની ઉજવણી ગાંધીનગરમાં જ કરવામાં આવી છે. સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું
હિતલ પારેખ/ગાંધીનગર :કોરોના કાળમાં આ વખતે ગુજરાતમાં રાજ્યકક્ષાના આઝાદી પર્વ (Independence Day) ની ઉજવણી ગાંધીનગરમાં જ કરવામાં આવી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદી પર્વની ઉજવણી દર વર્ષે અલગ-અલગ જિલ્લામાં કરવાની શરૂઆત કરાવી હતી. પરંતુ આ વખતે કોરોના મહામારી હોવાથી આઝાદી પર્વની ઉજવણી ગાંધીનગરમાં જ થઈ છે. દેશના 74મા સ્વતંત્રના પર્વની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજરી આપી હતી. ગુજરાત વિધાનસભા અને મહાત્મા મંદિર વચ્ચે આવેલા સ્વર્ણિમ પાર્કમાં રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે માત્ર 250 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. જેના બાદ તેઓએ ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું. સ્વતંત્રતાના આ પર્વમાં કોરોના વૉરિયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જો વરસાદ પડે તો કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેવી સુવિધા સાથે મુખ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, જેના પર ઉભા રહીને વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું.
‘હોતી હૈ, ચલતી હૈ...’ માનસિકતાથી હવે કામ નહિ ચાલે... આ છે PMના રાષ્ટ્રને સંબોધનના 10 મહત્વના મુદ્દા
Independence Day પર પીએમ મોદીનો હુંકાર, હવે ‘મેક ફોર વર્લ્ડ’ના મંત્ર સાથે આગળ વધવું છે
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ખેડૂતો માટેની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ સહિતના થતા નુકસાન માટે પણ રૂપિયા લીધા વગર યોજના જાહેર કરી છે. ૩૨ લાખ ટન કરતાં વધારે કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને રાત્રે ઉજાગરા ન કરવા પડે અને એ માટે દિવસ દરમિયાન વીજળી મળે તેવી યોજનાઓ અમલમાં મૂકી છે. ઉદ્યોગોમાં પહેલા ઉત્પાદન પછી પરમિશન નીતિ અપનાવાતી તેનો ફાયદો ગુજરાતને મળી રહ્યો છે. 49 મિલિયન ડોલરના મૂડી રોકાણમાં ગુજરાત અવ્વલ નંબરે છે. વિદેશ મૂડીરોકાણમાં 240 ટકાનો વધારો ગુજરાતમાં થયો છે. ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો 3.4 ટકા છે. કોરોનાની સ્થિતિમાં લઘુ ઉદ્યોગોને બેઠા કરવા માટે 1300 કરોડથી વધારે રૂપિયા આપ્યા છે. શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યું છે મેડિકલ કોલેજોમાં બેઠકોમાં વધારો કર્યો છે. જ્ઞાનકુંજ અંતર્ગત 15000 ડિજિટલ ક્લાસિસ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યના 9 લાખ યુવાનોને નમો ટેબલેટ આપવામાં આવ્યા છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટી હજારથી વધુ આદિવાસી ખેડૂતોને ખેડે એની જમીનનો લાભ આપવામાં આવ્યો છે. ગુજરાતના 60 લાખ પરિવારોને મા અમૃતમ યોજનાનો લાભ આપી આરોગ્યલક્ષી સેવાઓ આપી છે. ભ્રષ્ટાચાર સામે આ સરકારે પગલાં ભર્યાં છે. કોરોનામાં મૃત્યુ કરીને ઘટાડીને 2.1 ટકા કરવામાં સફળતા મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube