ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ અને લૉકડાઉન ચાલી રહ્યું છે. સરકાર તથા સ્થાનિક તંત્ર કોરોના વાયરસને રોકવા માટે અનેક પ્રયાસો કરી રહ્યાં છે. આ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ કોરોનાથી વધુ પ્રભાવિત જિલ્લાઓ અને મહાનગરોના પ્રજાકીય પ્રતિનિધિઓની સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ શરૂ કર્યું છે. આજે વિજય રૂપાણીએ રાજકોટ જિલ્લા અને ભાવનગર જિલ્લાના સાંસદો અને ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી. સીએમે સ્થાનિક સ્તરેથી ફીડબેક મેળવ્યા અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિજય રૂપાણીએ ખાસ કરીને નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તાર સિવાય ના વિસ્તારોમાં ઉદ્યોગ એકમો શરૂ થઈ રહ્યા છે ત્યારે ત્યાં પણ સોશિયલ ડિસ્ટેન્સિંગના નોર્મસ જળવાય તેની સૂચના આપી હતી. એટલું જ નહિ કામદારો શ્રમિકો માટે કામકાજ ના સ્થળે એટલે કે ઉદ્યોગ એકમ માં જ રહેવા જમવા વગેરેની વ્યવસ્થા રહે તેવી જે સૂચનાઓ રાજ્ય સરકારે  આપી છે. તેનું પાલન થાય તે જોવા જનપ્રતિનિધિઓને તાકીદ કરી હતી.


ખાસ કરીને  વેરાવળ શાપર હડમતાલા પડાળા અને અલંગના ઉદ્યોગો શરૂ થઈ રહ્યા છે તેમાં  આ કાળજી લેવાય તે માટે તેમણે ખાસ ભાર મૂક્યો હતો.


Corona: ગુજરાતમાં નવા 108 કેસ નોંધાયા, 4 લોકોના મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 1851  


ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને વિધાયક જીતુ ભાઈ વાઘાણી રાજ્યમંત્રી વિભાવરી  બહેન દવે, સાંસદ મોહન ભાઈ કુંડારિયા, ભારતી બહેન શિયાળ રમેશ ભાઈ ધડુક અને ધારાસભ્યો ગોવિંદ ભાઈ પટેલ, અરવિંદ ભાઈ રૈયાણી, લાખાભાઇ વગેરે પોત પોતાના ક્ષેત્રોમાંથી  આ વીડિયો કોન્ફરન્સમાં  જોડાયા હતા અને મુખ્યમંત્રીને પોતાના વિસ્તારોની કોરોના પ્રભાવિત સ્થિતિ તેમજ રાજ્ય સરકારના લેવાય રહેલા પગલાઓથી અવગત કર્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...