CM રૂપાણીની મોટી જાહેરાત, માત્ર 10 દિવસમાં ગુજરાતની કંપનીએ બનાવ્યું વેન્ટિલેટર
કોરોનાના વધી રહેલા કેસ સામે ગુજરાતનું તંત્ર વિવિધ સુવિધા ફાળવી રહ્યું છે. આવામા પૂરતા વેન્ટિલેટર લાવવા પણ મોટી ચેલેન્જ છે. આવામા ગુજરાતમાં માત્ર 10 દિવસમાં વેન્ટિલેટર બનાવવાની કામગીરી સફળ બની છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, વેન્ટિલેટર બનાવવા ગુજરાતના લોકલ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ સફળ બન્યા છે. આ મશીન સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. વેન્ટિલેટરની માંગને પહોંચી વળવા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે કંપનીઓ પાસેથી મદદ માંગી હતી. આવામાં રાજકોટી એક કંપની જ્યોતિ સીએનસીએ માત્ર 10 દિવસમાં નવુ વેન્ટિલેટર બનાવ્યું છે. જેને ધમણ-1 નામ અપાયું છે.
અમિત રાજપૂત/રક્ષિત પંડ્યા/અમદાવાદ :કોરોનાના વધી રહેલા કેસ સામે ગુજરાતનું તંત્ર વિવિધ સુવિધા ફાળવી રહ્યું છે. આવામા પૂરતા વેન્ટિલેટર લાવવા પણ મોટી ચેલેન્જ છે. આવામા ગુજરાતમાં માત્ર 10 દિવસમાં વેન્ટિલેટર બનાવવાની કામગીરી સફળ બની છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, વેન્ટિલેટર બનાવવા ગુજરાતના લોકલ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ સફળ બન્યા છે. આ મશીન સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. વેન્ટિલેટરની માંગને પહોંચી વળવા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે કંપનીઓ પાસેથી મદદ માંગી હતી. આવામાં રાજકોટી એક કંપની જ્યોતિ સીએનસીએ માત્ર 10 દિવસમાં નવુ વેન્ટિલેટર બનાવ્યું છે. જેને ધમણ-1 નામ અપાયું છે.
તેમણે આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે, રાજકોટના પરાક્રમ સિંહ અને રાજેન્દ્રસિંહને અમે વેન્ટિલેટર માટે કહ્યું અને બંન્નેએ પડકાર ઝીલી લીધો હતો. રાજકોટની જ્યોતિ સીએસની કમ્પની દ્વારા વેન્ટીલેટર બનાવી દીધું છે. આ મશીનને આરોગ્ય વિભાગ દ્વારા ચેક પણ કરવામાં આવ્યું છે. તમામ ચેકીંગ બાદ આખરે મંજૂરી આપવામાં આવી છે. આખરે આજે સિવિલના આઇસીયુ વોર્ડમાં ધમણ-1 વેન્ટીલેટરને કાર્યરત કરાયું છે. હવે સરકારને 1 હજાર વેન્ટિલેટર મળશે. એટલુ જ નહિ, દેશના અન્ય રાજ્યોને પણ આ વેન્ટિલેટર આપવામાં આવશે. સવારથી દર્દીને આ વેન્ટિલેટર પર મૂકાયા છે અને વેન્ટિલેટર સારી રીતે ચાલી રહ્યું છે. આ આપણા ગુજરાત માટે ગૌરવની વાત છે. વેન્ટિલેટરનું કામ ઝડપથી પૂરું કરવા માટે અમે સતત સૂચનો અને મદદ માટે ફોલોઅપ લેતા હતા. હવે ગુજરાતમાં 1 લાખથી ઓછી કિંમતના વેન્ટિલેટર બનશે.
[[{"fid":"258949","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Parakramsinh_jadeja_rajkot_.gif","field_file_image_title_text[und][0][value]":"Parakramsinh_jadeja_rajkot_.gif"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Parakramsinh_jadeja_rajkot_.gif","field_file_image_title_text[und][0][value]":"Parakramsinh_jadeja_rajkot_.gif"}},"link_text":false,"attributes":{"alt":"Parakramsinh_jadeja_rajkot_.gif","title":"Parakramsinh_jadeja_rajkot_.gif","class":"media-element file-default","data-delta":"1"}}]]
વેન્ટિલેટર બનાવનાર જ્યોતિ સીએનસી કંપનીના પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું કે, માત્રને માત્ર ઘરેલુ પાર્ટ્સમાંથી જ આખું વેન્ટિલેટર બનાવ્યું છે. 10 દિવસમાં 150 એન્જિનિયરે ડિઝાઈન કરીને પ્રોસેસ કર્યું, દિવસ-રાત કામ કર્યું અને ગઈકાલે આખરે તે એપ્રુવ થયું છે. ઈક્યૂબીસી ઈન્સ્ટિ. ગાંધીનગરમાં ટેસ્ટ કરીને પ્રમાણિત કર્યું છે. 10 કલાક સુધી સતત પરીક્ષણ કર્યું હતું. જે વેન્ટિલેટર 6.50 લાખ રૂપિયાનું બને છે, તેને અમારી ટીમે માત્ર 1 લાખ રૂપિયામાં બનાવ્યું છે. પહેલા 1000 મશીન ગુજરાત સરકારને ડોનેટ કરાશે. પછી બાકીના વેન્ટિલેટર્સ બીજા રાજ્યોને સપ્લાય કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર