સુનિતા યાદવ વિરુદ્ધ જનપ્રતિનિધિ સાથે ગેરવર્તણુંકની અરજી, પિતાએ પણ પોલીસના નામે જમાવે છે રોફ
રાજ્યના આરોગ્ય પ્રધાન ના પુત્ર સાથે થયેલ વિવાદ બાદ ચર્ચામાં આવેલી લોક રક્ષક દળની મહિલા જવાન સુનિતા યાદવ સામે વરાછા પોલીસ મથકમાં લેખિતમાં અરજી કરવામાં આવી છે. પ્રધાનપુત્ર સાથે થયેલા વિવાદ અગાઉ વરાછાના માતાવડી વિસ્તારમાં પ્રજાના જનપ્રતિનિધિ સાથે પણ સુનિતાએ જાહેરમાં અશોભનીય વર્તન કર્યું હોવાના આક્ષેપ થયા છે. જ્યારે સુનિતાના પિતા દ્વારા પણ ધંધાકીય વ્યવહારોમાં વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા હોવાના આરોપ થયા છે.
ચેતન પટેલ/સુરત: રાજ્યના આરોગ્ય પ્રધાન ના પુત્ર સાથે થયેલ વિવાદ બાદ ચર્ચામાં આવેલી લોક રક્ષક દળની મહિલા જવાન સુનિતા યાદવ સામે વરાછા પોલીસ મથકમાં લેખિતમાં અરજી કરવામાં આવી છે. પ્રધાનપુત્ર સાથે થયેલા વિવાદ અગાઉ વરાછાના માતાવડી વિસ્તારમાં પ્રજાના જનપ્રતિનિધિ સાથે પણ સુનિતાએ જાહેરમાં અશોભનીય વર્તન કર્યું હોવાના આક્ષેપ થયા છે. જ્યારે સુનિતાના પિતા દ્વારા પણ ધંધાકીય વ્યવહારોમાં વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા હોવાના આરોપ થયા છે.
ભાવનગર જિલ્લામાં કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરાછા માનગઢ ચોક ખાતે પ્રધાનપુત્ર સાથે થયેલ વિવાદ બાદ રાતોરાત ચર્ચામાં આવેલી એલઆરડી મહિલા જવાન સુનીતા યાદવનું અશોભનીય વર્તન સામે આવ્યું છે. વરાછામાં આ પ્રથમ કિસ્સો નથી પરંતુ સુનિતાએ અન્ય લોકોને ઓન જાહેરમાં હડધૂત કરી ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપ થયા છે. વરાછા માતાવડી વિસ્તારમાં વર્ષોથી પ્રજાના પ્રતિનિધિ તરીકે કામ કરતા રાજુભાઇ ગોધાણી અને તેમના મિત્ર જોડે ગત તારીખ 5 મી જુલાઈના રોજ જાહેરમાં અપમાનિત કરી ગેરવર્તન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ : PSI મિશ્રાએ મહિલાને કહ્યું તારા પતિને શોધવો હોય તો મારી સાથે હોટલમાં આવવું પડશે
સ્થાનિક દુકાનદારો ને ખોટી રીતે હેરાન કરાતું હોવાની જાણકારી મળતા તેઓ સ્થળ પર પોહચ્યા હતા.જ્યાં બાદમાં સુનિતાએ જાહેરમાં અપ્સબ્દો બોલી ગેરવર્તણૂક કરી હતી.જે અંગે લેખિતમાં સુરત પોલીસ કમિશનર અને વરાછા પોલીસ મથકમાં રાજુ ગોધાણી દ્વારા અરજી કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર