અમદાવાદ : PSI મિશ્રાએ મહિલાને કહ્યું તારા પતિને શોધવો હોય તો મારી સાથે હોટલમાં આવવું પડશે

અમદાવાદ : PSI મિશ્રાએ મહિલાને કહ્યું તારા પતિને શોધવો હોય તો મારી સાથે હોટલમાં આવવું પડશે

- વાડજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા બે PSI સામે નોંધાઈ છે ફરિયાદ 
- PSI એ પી પરમાર સામે ધાક ધમકી ની ફરિયાદી પરણિતાએ નોંધાવી 
- PSI આર આર મિશ્રા સામે શારીરિક બળજબરી ની ફરિયાદ પરણિતાએ નોંધાવી  
- એક વર્ષ જૂની ફરિયાદી પરણિતાએ નોંધાવતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા 
- સસ્પેન્ડ કોન્સ્ટેબલ ના ઈશારે પરણિતાએ ફરિયાદ નોંધાવી હોવાની પોલીસ બેડા માં ચર્ચા 
- ગત ઑક્ટ્મ્બર માસ માં ફરિયાદીએ PSI આર આર મિશ્રા સામે અરજી પરત લીધી હતી 
- ફરિયાદી મહિલા વાડજ વિસ્તાર માં બ્યુટીપાર્લર નો વ્યવસાય કરે છે 

અમદાવાદ : શહેર પોલીસના વધુ બે PSI વિવાદમાં આવ્યા છે. અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં એક પરણિતાએ વાડજ પોલીસમાં જ ફરજ બજાવતા બે PSI સામે ધમકી અને શારીરિક બળજબરી કર્યાની ફરિયાદી દાખલ કરી છે. વાડજ વિસ્તારમાં રહેતી પરણિતાએ સોમવારની મોડી રાત્રે વાડજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની વિગતે વાત કરીએ તો આરોપી તરીકે વાડજ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજવતા બે PSIના નામ નોંધાવ્યા છે. જેમાં એક PSI જેનું નામ છે આર આર મિશ્રા જેના પર પરણિતાએ આક્ષેપ કર્યા છે કે આજથી એક વર્ષ પહેલા પરણિતાના પતિ ગૂમ થયા હતા, ત્યારે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ PSI આર આર મિશ્રાએ વૉટ્સએપ મેસેજ અને આશ્રમ રોડ ખાતે આવેલ એક હોટેલમાં તેને બોલાવી હતી. તેની સાથે શારીરિક બળજબરી કરી હતી ત્યારે બીજા PSI એ પી પરમાર સામે ફરિયાદ ન નોંધવા માટે ધાક ધમકી આપ્યાનો આક્ષેપ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.  ત્યારે ફરિયાદી મહિલા પોલીસ કમિશ્નર અને ઝોન વન ડીસીપી ને રજુવાત કર્યા બાદ ફરિયાદ નોંધાવી છે.

ત્યારે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ મુકુન્દસિંહ રહેવર નામના એક પોલીસ કોન્સ્ટેબલ પર નશાની હાલતમાં ઝડપી પાડી ગુનોં નોંધ્યો હતો. જે ગુનાની તપાસ વાડજ પોલીસ સ્ટેશનના PSI આર આર મિશ્રા કરી રહયા હતા. જે વાતની અદાવત રાખીને પોલીસ કોન્સ્ટેબલ મુકુન્દસિંહ રહેવર મહિલાને કહીને PSI વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસ સૂત્રોએ પણ જણાવી રહયા છે કે પરણિતા અને પોલીસ કોન્સ્ટેબલ મુકુન્દસિંહ રહેવરને સારી મિત્રતા છે. જેના કારણે આ બંને PSI સામે ફરિયાદ નોંધાવી છે ત્યારે સવાલ એ થઇ રહયા છે કે એક વર્ષ પહેલા ની ફરિયાદ માં શું તપાસ અધિકારી ને PSI વિરુદ્ધ ના કોઈ પુરાવા મળશે કે કેમ  સાથે સાથે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે મહિલા સાથે સસ્પેન્ડ મુકુન્દસિંહ રહેવર ની કોઈ સાઠગાંઠ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવી છે કે, ગત ઓટમ્બર માસમાં આ મહિલાએ PSI આર આર મિશ્રા પર આક્ષેપ કરતી એક અરજી કરી હતી. જે અરજીમાં મહિલાએ નિવેદન નોંધાવ્યું હતું કે મારી સાથે આવી કોઈ જ ઘટના બની નથી. ત્યારે ફરી આવી જ બળજબરીની ફરિયાદ નોંધાવતા અનેક સવાલ ઉભા થઇ રહયા છે, ત્યારે પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે મુકુન્દસિંહ રહેવર પર છેડતીની એક અરજી કરી હતી. જે અરજી પણ મહિલાએ પરત લઇ લીધી છે, ત્યારે પોલીસ દ્વારા નિર્દોષ દંડાય ન જાય એ માટે ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે  ત્યારે હક્કીત શું છે એ તાપસ ના અંતમાં જ સામે આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news