ભાવનગર જિલ્લામાં કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

જિલ્લામાં વાતાવરણના પલટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ગારિયાધાર અને પાલીતાણા પંથકમાં પણ ધોધમાર વરસાદ થતાં ખેડૂતો આનંદિત થઈ ગયા છે. જ્યારે અસહ્ય ઉકળાટ બાદ વરસાદના આગમનથી લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા દિવસથી અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો હતો.
ભાવનગર જિલ્લામાં કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

ભાવનગર: જિલ્લામાં વાતાવરણના પલટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ગારિયાધાર અને પાલીતાણા પંથકમાં પણ ધોધમાર વરસાદ થતાં ખેડૂતો આનંદિત થઈ ગયા છે. જ્યારે અસહ્ય ઉકળાટ બાદ વરસાદના આગમનથી લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા દિવસથી અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો હતો.

આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલા હોવા છતાં લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. એવામાં અચાનક વરસી પડેલા વરસાદે લોકોમાં ખુશીની લાગણી જન્માવી છે. જ્યારે જિલ્લાના ગારિયાધાર અને પાલીતાણા પંથકમાં પણ વરસાદ થતાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના પાકને નવજીવન મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયના સમગ્ર જિલ્લામાં છુટો છવાયો વરસાદ રહ્યો હતો. પરંતુ આજે સમગ્ર જિલ્લામાં શ્રીકાર વર્ષા થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વરસાદને ખેડૂતો કાચુ સોનુ ગણાવે છે. આ વરસાદને કારણે પાકને નવજીવન મળી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news