* ગાંધીનગર બાદ અમદાવાદમાં દીપડાની દહેશત
* વસ્ત્રાલ પાસે દીપડો દેખાયો હોવાની આશંકા
* દીપડાના પંજાના નિશાન દેખાતા વન વિભાગ સતર્ક
* વન વિભાગે વસ્ત્રાલ વિસ્તારમાં શરૂ કરી તપાસ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/અમદાવાદ : સમગ્ર ગુજરાતનાં વન્ય પટ્ટાઓમાં દિપડાની ખુબ જ દહેશતનાં કારણે વન વિભાગ પહેલાથી જ ત્રાહીમામ છે. તેવામાં ગાંધીનગરમાં પણ દિપડાની દહેશતમાં કારણે પહેલાથી જ નાગરિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો હતો. જો કે હવે દીપડો ગુજરાતનાં સૌથી મોટા શહેર એટલે કે અમદાવાદ સુધી પહોંચી ગયાની શક્યતા છે. અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમાં દીપડાએ દેખા દિધા હોવાના કારણે નાગરિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલ તો એક તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે જેમાં વસ્ત્રાલના એક મંદિરની નજીક દીપડા પ્રકારનું પ્રાણી ઉભેલું હોવાનું સ્પષ્ટ દેખાય છે. 


જો તમે આ શહેરના નાગરિક છો અને અકસ્માત થાય તો કોઈ ટેન્શન નહીં, સારવાર અને ભરણપોષણ પાલિકા કરશે

આ તસ્વીર સામે આવ્યા બાદ વન વિભાગે તપાસ કરતા મંદિર નજીકથી પગલાઓ પણ મળી આવ્યા છે. આ વન્ય પ્રાણીના પગલા હોવાનું વન વિભાગ માની રહ્યું છે. પંજાની આગળ નખનાં નિશાનો પણ છે જેના કારણે આ કોઇ હિંસક પ્રાણી હોવાનું વન વિભાગ માની રહ્યું છે. જો કે હાલ તો વન વિભાગ કયુ પ્રાણી હોઇ શકે તે અંગે સ્પષ્ટતા કરવાનાં મુડમાં નથી. જો કે હાલ નાઇટ કર્ફ્યૂ હોવાનાં કારણે વન્ય પ્રાણીઓ રોડ પર આવી જતા હોવાની અનેક ઘટનાઓ બને છે. હાલમાં જ સિંધુ ભવન રોડ પર નિલ ગાય પણ જોવા મળી હતી. 


રાજકોટમાં રાત્રિ કરફ્યૂમાં નીકળેલી કારે બાઈકને ટક્કર મારી, 50 ફૂટ સુધી ચાલકને ઢસડ્યો
જો કે વન વિભાગે તકેદારીના ભાગરૂપે ગાઇડલાઇન પણ બહાર પાડી દીધી છે. જેમાં લોકોને જાહેરમાં નહી સુવા મોડી રાત્રે બહાર નહી નિકળવા જો નિકળવું પડે તેમ હોય તો સાથે લાઠી ડંડો રાખવા અને એકલા નહી નિકળવા માટે પણ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. હાલ તો લોકોમાં દહેશત જોવા મળી રહી છે. જો કે નાઇટ કર્ફ્યૂ હોવાનાં કારણે વન વિભાગને પણ હાશકારો થયો છે. જો કે સમગ્ર મુદ્દે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube