જો તમે આ શહેરના નાગરિક છો અને અકસ્માત થાય તો કોઈ ટેન્શન નહીં, સારવાર અને ભરણપોષણ પાલિકા કરશે
આ અનોખી નગરપાલિકા દ્વારા નાગરિકોના હિતમાં મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. શહેરના 17 હજાર મતદારો માટે વીમા સુરક્ષા કવચની સુવિધા આપી છે. અકસ્માત વીમા પોલીસીનું એક વર્ષનું પ્રિમીયમ પણ પાલીકા દ્વારા ભરાયું
Trending Photos
હેમલ ભટ્ટ/ગીર સોમનાથ : તાલાલા નગરપાલિકા દ્વારા નાગરિકોના હિતમાં મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. શહેરના 17 હજાર મતદારો માટે વીમા સુરક્ષા કવચની સુવિધા આપી છે. અકસ્માત વીમા પોલીસીનું એક વર્ષનું પ્રિમીયમ પણ તાલાલા પાલીકા દ્રારા ભરાયુ. પાલીકાના નિર્ણયને શહેરીજનોનો આવકાર. જીલ્લાની તાલાલા નગરપાલીકાએ શહેરમાં વસતા મતદારો માટે પ્રેરણાદાયી નિર્ણય કર્યો. આ અંગે તાલાલા પાલીકાના સભ્ય ભુપત હિરપરાએ જણાવેલ કે, તાલાલા શહેરમાં નગરપાલીકાના છ વોર્ડમાં વસવાટ કરતા કુલ 17,659 મતદારોની સુખાકારીને લઇ રૂ.એક લાખની અકસ્માત વિમા પોલીસી આપવાનો નિર્ણય કર્યો છે.
અકસ્માત પોલીસીનું એક વર્ષનું ભરવાનું થતુ પ્રમિયમ પણ પાલીકા ભરશે. જેમાં પ્રતિ એક મતદારની પોલીસી માટે ભરવાનું થતું રૂ. 22નું પ્રિમીયમ ચુકવવાનું નકકી કરાયુ છે. જે મુજબ 17,659 મતદારોની પોલીસી માટે રૂ. 22 લેખે કુલ રકમ રૂ.3,88,498 ની રકમનો ચેક પાલીકા પ્રમુખ ઉષાબેન લક્કડ, અમિતભાઈ ઉનડકટ, ચીફ ઓફિસર જે.બી દૂસરાએ વીમા કંપનીના અધિકારી આર.એચ વ્યાસને સુપ્રત કરેલ છે.
અકસ્માત વિમા પોલીસીના કારણે આગામી એક વર્ષ સુધી તાલાળા શહેરના 17,659 મતદારો સુરક્ષીત રહેશે. પોલીસીના એક વર્ષના સમયગાળા દરમ્યાન કોઈ મતદારનું અકસ્માતમાં અવસાન થશે તો રૂ.એક લાખની રકમનો ચેક અર્પણ કરવાની કામગીરી કરવામાં આવશે.પાલિકા ના સત્તાધીશો દ્વારા શહેરી જનો ના હિત માં મહત્વપુર્ણ નિર્ણય લીધો છે જેને શહેરીજનો આવકારી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે