રાજકોટમાં રાત્રિ કરફ્યૂમાં નીકળેલી કારે બાઈકને ટક્કર મારી, 50 ફૂટ સુધી ચાલકને ઢસડ્યો

રાજકોટમાં રાત્રિ કરફ્યૂમાં નીકળેલી કારે બાઈકને ટક્કર મારી, 50 ફૂટ સુધી ચાલકને ઢસડ્યો
  • ટક્કર થયા બાદ પણ કાર ચાલક અટક્યો ન હતો.
  • કારચાલકે આગળ વધીને બાઈકને ધસડી હતી.
  • લગભગ 50 ફૂટ સુધી કારચાલકે બાઈકને ધસડી હતી

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતોનો સિલસિલો ચાલી રહ્યો છે. જેમાં સૌથી વધુ કાર ચાલકો અકસ્માતો (car accident) સર્જે છે. આ અકસ્માતોની એવી સ્ટાઈલ બની છે કે, કાર ચાલકો અકસ્માત સર્જીને ભાગી જાય છે. ગઈકાલે મોડી રાત્રે રાજકોટમાંમહિલા કોલેજ અંડર બ્રિજમાં અકસ્માત સર્જાયો હતો. રાત્રિ કરફ્યૂમાં પોલીસથી બચવા કાર ચાલક રોંગ સાઈડમાં ગાડી હંકારીને ભાગ્યો અને અકસ્માત (hit and run) સર્જ્યો હતો. આ કાર ચાલકે ખાનગી હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા કરણ પરમારને અડફેટે લીધો હતો. માલવીયાનગર પોલીસે કાર ચાલકની શોધખોળ ચલાવી હતી. 

નોકરી પૂરી કરીને ઘરે પરત ફરતા કરણને કારે ધસડ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટર્લિંગ હોસ્પિટલની લેબોરેટરીમા ટેકનિશન તરીકે ફરજ બજાવતા કરણ પરમાર નામનો યુવક મોડી રાત્રે હોસ્પિટલથી ઘરે જવા નીકળ્યો હતો. તે તેની બાઈક પર દેવપરાના ઘનશ્યામ નગર પાસે જઈ રહ્યો હતો. ત્યારે મહિલા અંડરબ્રિજપાસે એક કાર પૂરઝડપે રોંગ સાઈડથી આવી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે, તેણે કરણની બાઈકને ટક્કર મારી હતી. જોકે, ટક્કર થયા બાદ પણ કાર ચાલક અટક્યો ન હતો. કારચાલકે આગળ વધીને બાઈકને ધસડી હતી. લગભગ 50 ફૂટ સુધી કારચાલકે બાઈકને ધસડી હતી. 

આ પણ વાંચો : vaccine side effect : છોટાઉદેપુરમાં 2 આશા વર્કર બહેનોની તબિયત લથડી 

કારચાલક બીકના માર્યે ભાગી ગયો
અકસ્માતમાં બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો મદદે આવ્યા હતા. કરણને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, બીકના માર્યે કારચાલક ત્યાં જ ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસને આ ઘટનાની જાણ થતા તાત્ત્કાલિક દોડી આવી હતી. અકસ્માતમાં ઘવાયેલા બાઇકચાલક યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો અને તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : વેક્સીન અંગેના તમારા ગૂંચવતા સવાલોનો જવાબ આ રહ્યો, કોણે-ક્યારે-શા માટે રસી લેવી?

સવાલ એ છે કે, જે સમયે આ એક્સિડન્ટ થયો ત્યારે રાત્રિ કરફ્યૂ ચાલી રહ્યો હતો, આવામાં કેવી રીતે કોઈ વાહન બહાર નીકળી શકે. તેમજ શું રાજકોટમાં રાત્રિ બંદોબસ્ત ન હતો કે, જેથી વાહનો ખુલ્લેઆમ ગમે તે સમયે ફરતા દેખાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news