Porbandar News : ગુજરાતીઓ હવે આખા વિશ્વમાં ફેલાઈને ગુજરાતનો ડંકો વગાડી રહ્યાં છે. વિશ્વની અનેક ટોચની સંસ્થાઓ, ટોચના સ્થાનો પર હવે ગુજરાતીઓને સ્થાન મળી રહ્યું છે. ત્યારે વધુ એક ગુજરાતીએ ગર્વથી ગુજરાતનું માથું ઉંચુ કર્યું છે. ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પોરબંદરની દીકરીની વર્લ્ડ બેંકમાં ઈન્વેસ્ટમેન્ટ બેંકર એનાલિસ્ટ તરીકે સ્થાન મળ્યુ છે. મૂળ પોરબંદરની હિરલ કેશવાલાની આ નિમણૂંક થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિરલને કરોડોનું પેકેજ ઓફર કરાયું 
પોરબંદરની મેહર જ્ઞાતિની દીકરીની થયેલી આ નિમણૂંક બહુ જ મોટી છે. એક ગુજરાતી યુવતી વર્લ્ડ બેંક સુધી પહોંચવામાં સફળ નીવડી છે. મૂળ પોરબંદરની હિરલ રામ કેશવાલાની નિમણૂંક વર્લ્ડ બેંકમાં ઈન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે થઈ છે. આ માટે તેને વાર્ષિક 1 કરોડ 20 લાખ રૂપિયાનું પેકેજ ઓફર કરાયું છે. તેની નિમણૂંક યુરોપના ઓસ્ટ્રીયા દેશ માટે કરવામાં આવી છે. 


કેનેડાની કંપનીઓની ઓફર આવે તો લોટરી લાગી સમજો, સરળતાથી મળી જાય છે PR અને Visa


ગુજરાત સરકારના દાવા પોકળ, રોજ આટલા લાખ ગુજરાતીઓ નોકરી માટે ભટકે છે
 


હિરલ પોતાની મહેનત અને સૂઝબૂઝથી આ સ્થાન મેળવવામાં સફળ નીવડી છે. તેના પરિવારજનોએ જણાવ્યું કે, હિરલ પહેલેથી જ ભણવામાં ખૂબ હોશિયાર છે. તેણે ધોરણ 10 અને ધોરણ 12 માં પોરબંદર જિલ્લામાં ટોચનું સ્થાન મેળવ્યુ હતું. ત્યારે જ હિરલના ટેલેન્ટની ચર્ચા થવા લાગી હતી. તેના બાદ તે આગળ ભણવા માટે વિદેશમાં ગઈ હતી. યુરોપની વર્લ્ડ ફેમસ હેક બિઝનેસ સ્કૂલમાં તેણે એડમિશન લઈને એમબીએનો અભ્યાસ પૂરો કર્યો. અભ્યાસ પૂરો કર્યા બાદ તેને લંડનની સિટી બેંકમાં નોકરી મળી હતી, જ્યાં તેને સારું પેકેજ ઓફર કરાયુ હતું. સિટી બેંકમાં તેણે આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ તરીકે કામ કર્યુ હતું. જેના બાદ તેને વર્લ્ડ બેંકમાં કામ કરવાની તક મળઈ છે. તેની નિમણૂક ઓસ્ટ્રિયા ખાતે વર્લ્ડ બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર એનાલીસ્ટ તરીકે થઈ છે.


અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે એકસાથે કરી આ આગાહી, આગામી 72 કલાક સાચવજો


ગુજરાતમાં ફરી અદાણી CNG ના ભાવમાં વધારો, આજથી આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે