કોંગ્રેસના 3 ધારાસભ્યોનો સરકાર સામે મોરચો, રાતભર બેસી રહ્યાં ગાંધીનગરની કચેરીમાં
કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખફી પાક મગફળી માટે વીમા કંપનીઓએ 22થી 49.40 ટકા સુધીનુ પ્રીમિયમ ખેડૂતો પાસેથી ઉઘરાવીને નફો કર્યો છે. પરંતુ ખેડૂતોને તેના રૂપિયા હજી મળ્યા નથી, તેથી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો એ સરકાર સામે આ મામલે મોરચો માંડ્યો છે. પાક વીમાની વિસંગતતાઓના હિસાબની માંગણી સાથે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો કૃષિ ભવનમાં કૃષિ નિયામકની કચેરીમાં જ ધરણા પર બેસ્યા છે.
હિતલ પારેખ/ગાંધીનગર :કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખફી પાક મગફળી માટે વીમા કંપનીઓએ 22થી 49.40 ટકા સુધીનુ પ્રીમિયમ ખેડૂતો પાસેથી ઉઘરાવીને નફો કર્યો છે. પરંતુ ખેડૂતોને તેના રૂપિયા હજી મળ્યા નથી, તેથી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો એ સરકાર સામે આ મામલે મોરચો માંડ્યો છે. પાક વીમાની વિસંગતતાઓના હિસાબની માંગણી સાથે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો કૃષિ ભવનમાં કૃષિ નિયામકની કચેરીમાં જ ધરણા પર બેસ્યા છે.
બનાસકાંઠામાં ત્રિપાંખિયો જંગ : ઠાકોર સેના કોને નુકશાન પહોંચાડશે?
કોંગ્રેસના ધારાસભ્યો બ્રિજેશ મિર્ઝા, ચિરાગ કાલરીયા અને ઋત્વિક મકવાણાએ નિયામકની કચેરીમાં આખી રાત ધરણા પર બેસ્યા હતા, અને હજી પણ આ ધરણા ચાલુ જ છે. સવારે કૃષિ નિયામક આવ્યા બાદ પાક વીમાની રકમની ચૂકવણીનો હિસાબ આપશે તો જ ધરણા પરથી ઉઠશે તેવુ કોંગ્રેસના ધારાસભ્યોએ જણાવ્યું હતું. આ સાથે તેઓ પોતાના ધરણા પર મક્કમ જોવા મળ્યા હતા.
હીટવેવની આગાહી : આજથી પાંચ દિવસ પસાર કરવા અઘરા પડી જશે
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના નિષ્ફળ ગયેલા પાકની પાક વીમાની ચૂંકવણી બેન્કો દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં સરકારે તાલુકાઓ ગત ચોમાસાની સીઝનમાં અસરગ્રસ્ત જાહેર કર્યા હતા, તેવા તાલુકાઓમાં ઝીરો ટકા પાક વીમો આપવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોને અલગ અલગ ટકા પાક વીમો ચૂકવાતા ખેડૂતો સંગઠનો રોષે ભરાયા છે. ત્યારે ખેડૂતોને ન્યાય અપાવવાની માંગણી સાથે ત્રણેય ધારાસભ્યોએ રાતભર મોરચો માંડ્યો હતો.
આ બીમારીથી 90 દિવસમાં મળે છે મોત, નથી કોઈ ઈલાજ, ઝડપથી ફેલાઈ રહી છે ભારતમાં
ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કૃષિ ભવનમાં કોંગ્રેસના ધારાસભ્યોને મળવા પહોંચ્યા હતા. આ મામલે અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર કોંગ્રેસના ધારાસભ્યો અને ખેડૂતોની વાત નહીં સાંભળે તો કૃષિ અગ્ર સચિવથી લઈને રાજ્યપાલ અને લોક અદાલત સુધી આ મુદ્દો લઇ જવામાં આવશે. ભાજપ દ્વારા દારૂ વેચી મત લેવાના હોય તો ખેડૂતોની દરકાર ન કરે. ભાજપ પછી ગામડાઓમાં જઇને બતાવે. ખેડૂતો જે સ્થિતિ કરશે એ ભાજપને ખબર પડશે. ખેડૂતોની વાત નહીં સાંભળવામાં આવે તો ગામડાઓમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરાવવાની ચીમકી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપી છે.