બનાસકાંઠામાં ત્રિપાંખિયો જંગ : ઠાકોર સેના કોને નુકશાન પહોંચાડશે?
Trending Photos
અલ્કેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે કુલ 19 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જોકે ઉમેદવારી પાછી ખેંચવાનો સોમવારે છેલ્લો દિવસ હોવાથી 5 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા હવે 14 ઉમેદવારો મેદાનમાં
રહ્યા છે. જેથી હવે આ 14 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. જેમાં મુખ્ય પક્ષ ભાજપ કોંગ્રેસ ઉપરાંત ઠાકોર સેનાના ઉમેદવાર પણ મેદાનમાં છે.
હીટવેવની આગાહી : આજથી પાંચ દિવસ પસાર કરવા અઘરા પડી જશે
બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે 19 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કોંગ્રેસ -ભાજપ, બહુજન સમાજ પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી સહિત અપક્ષમાં ઠાકોર સેના સહિત અપક્ષમાં 15 લોકોએ પોતાના ફોર્મ ભર્યા હતા. જોકે ઉમેદવારી ખેંચવાના છેલ્લા દિવસે મુખ્ય પક્ષોએ પોતાના પક્ષને નુકશાન ન થાય તે માટે ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા સમજાવટ શરૂ કરી હતી. જેને અંતે 5 અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. જેના કારણે મેદાનમાં હવે 14 ઉમેદવારો બચ્યા છે. આ વિશે પોતાનું ફોર્મ પરત ખેંચનાર નારણભાઈ પઢારે કહ્યું કે, મેં ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ હવે મેં ભાજપ પક્ષના સમર્થનમાં મારું ફોર્મ પાછું ખેંચ્યું છે.
Photos : જાણો રસપ્રદ કિસ્સા એ 1 વોટના, જે ચૂંટણીમાં સાબિત થયા હતા ગેમ ચેન્જર
જોકે જે 5 અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા, તેમાંથી ઠાકોર સેનાના મુકેશ ઠાકોરે પણ ફોર્મ પરત ખેંચ્યું હતું. જેનું કારણ એ હતું કે, ઠાકોર સેનામાં બે ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું અને તેમાં સર્વાનુમતે નિર્ણય લઈને મુકેશ ઠાકોરનું ફોર્મ પરત ખેંચાયું હતું અને ગુજરાત ઠાકોર સેનાના ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોરે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. જેને લઈને બનાસકાંઠામાં હવે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ઠાકોર સેના પણ મેદાને છે. આ માલે ફોર્મ પરત ખેંચનાર ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી મુકેશ ઠાકોરે જણાવ્યું કે, ઠાકોર સેનામાંથી અમે બે લોકોએ અપક્ષ ફોર્મ ભર્યું હતું. પરંતુ સર્વાનુમતે મેં મારું ફોર્મ પરત ખેંચ્યું છે.
લોકસભા હોય કે વિધાનસભા, ચૂંટણી આવતા જ ચર્ચામાં આવે છે ગીરના જંગલમાં રહેતા આ મહંત
આમ, બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે 14 ઉમેદવારો બચતાં ચૂંટણી અધિકારી અને કલેક્ટરે તમામ ઉમેદવારોને તેમના ચૂંટણી ચિન્હો ફાળવ્યા હતા અને ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરી હતી. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીનો તમામ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. હવે 14 ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો છે ત્યારે કોંગ્રેસ ભાજપની સાથે સાથે ઠાકોર સેનાએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવતા બનાસકાંઠામાં ત્રિકોણીયો જંગ ખેલાશે. જોકે ઠાકોરસેના કોની વોટબેંક તોડશે અને કયા પક્ષને નુકશાન થસે તે જોવાનું રહ્યું. ભાજપે આ બેઠક પર પરબત પટેલને તથા કોંગ્રેસે પરથી ભટોળને મેદાનમાં ઉતાર્યા છે. બંને ઉમેદવારો આ વિસ્તારમાં પાયાના કાર્યકર્તા છે તથા રાજનીતિમાં બહોળો અનુભવા અને સીધો જનસંપર્ક ધરાવે છે. ત્યારે ઠાકોર સેના બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે કેવી રીતે ફાવશે તે તો સમય જ બતાવશે.
Pics : ઘરના આ ખૂણામાં માત્ર 20 મિનીટ વિતાવવાથી ટેન્શન થઈ જશે છૂમંતર
અલ્પેશ ઠાકોર કોના માટે પ્રચાર કરશે
કોંગ્રેસથી નારાજ અલ્પેશ ઠાકોર જ્યારે હવે ઠાકોર સેનનો ઉમેદવાર મેદાનમાં છે, ત્યારે કોના માટે પ્રચાર કરે તે મોટી ચર્ચા છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી છે, તથા કોંગ્રેસ સામે બનાસકાંઠામાં ઠાકોર સમાજનો ઉમેદવાર મેદાને છે. માત્ર બનાસકાંઠામાં જ નહિ, પરંતુ ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના ઉમેદવારને હરાવવા માટે પોતાના ઉમેદવાર ઉભા કર્યા છે. ઠાકોર સેનાના આ બંને ઉમેદવારો માટે જો અલ્પેશ ઠાકોર ચૂંટણી પ્રચાર કરે તો, તેને કારણે કોંગ્રેસને ફટકો પડી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે