કોંગ્રેસના ધારાસભ્યના પુત્રોની ખુલ્લેઆમ દાદાગીરી, લાકડાના દંડા વડે વૃદ્ધને જાહેરમાં માર માર્યો
વાંસખીલિયા ગામના જગદીશભાઈ પટેલ સહિત બે જણા બાઈક લઈને અંધારિયા ચોકડી પાસેથી પસાર થતા હતા. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારના પુત્રો મહેન્દ્રસિંહ સોઢા પરમાર અને રણજીતસિંહ સોઢા પરમાર અને તેમની કારના ડ્રાઇવરએ ઓવરટેક કરવા બાબતે ઝઘડો કર્યો હતો
બુરહાન પઠાણ, આણંદ: આણંદના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારનાં પુત્રોની દાદાગીરી સામે આવી છે. જેમાં ઓવરટેક જેવી સામાન્ય બાબતમાં એક વૃદ્ધને લાકડાના દંડા વડે માર મારી પગમાં ફ્રેક્ચર કરતા આ બનાવ અંગે ધારાસભ્યના બે પુત્રો સહિત ત્રણ વિરુદ્ધ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
વાંસખીલિયા ગામના જગદીશભાઈ પટેલ સહિત બે જણા બાઈક લઈને અંધારિયા ચોકડી પાસેથી પસાર થતા હતા. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારના પુત્રો મહેન્દ્રસિંહ સોઢા પરમાર અને રણજીતસિંહ સોઢા પરમાર અને તેમની કારના ડ્રાઇવરએ ઓવરટેક કરવા બાબતે ઝઘડો કર્યો હતો.
અમદાવાદમાં 19 વર્ષના પુત્રના પિતાએ કર્યું એવું કામ, જે જાણીને તમે પણ કહેશો આવું ગંદુ કામ કરતો હતો
આ ઝઘડામાં ધારાસભ્યનાં બે પુત્રોએ લાકડાનાં દંડા વડે હુમલો કરી જગદીશભાઈને લાકડાના દંડા વડે બેફામ માર મારી પગમાં ફ્રેક્ચર કર્યું હતું, જેથી તેઓને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે જગદીશભાઈ પટેલએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ધારાસભ્યોનાં બન્ને પુત્રો અને ડ્રાયવર સહીત ત્રણ જણા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube