Narendra Modi Stadium Name Change: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામાન્ય જનતા અને મહિલાઓથી માંડીને ખેડૂતો સુધી માટ ઘણા બધા વાયદા કર્યા છે. પરંતુ કોંગ્રેસ આ વાયદાની ચર્ચા ચોતરફ થઇ રહી છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંધેરામાં વાયદો કર્યો છે કે જો તે સરકારમાં આવશે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી નાખશે. સ્ટેડિયમનું નામ સરદાર પટેલના નામ પર રાખવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસે કર્યા મોટા વાયદા
ગુજરાત કોંગ્રેસે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે વાયદો કર્યો છે કે સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા ખતમ કરશે. 10 લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે. 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. 300 યૂનિટ વિજળી ફ્રી રહેશે. જૂની પેંશન યોજના લાગૂ કરવામાં આવશે. દરેક ગુજરાતીને 10 લાખ રૂપિયા સુધી મફત સારવાર મળશે. ખેડૂતોને 3 લાખનું દેવું માફ કરવામાં આવશે. આ ઉપરાંત તેમના વિજળી બિલ પણ માફ કરવામાં આવશે. 


ખેડૂતો માટે કર્યા આ વાયદા
કોંગ્રેસે દાવો કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની દશા સુધારવા માટે, પાકનો ભાવ અપાવવા માટે 'ભાવ નિર્ધારણ સમિતિ' સ્થાપિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને છાત્રવૃત્તિની ભેટ આપવામાં આવશે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 500 રૂપિયાથી માંડીને 20,000 રૂપિયાવાળા સુધી છાત્રવૃત્તિ આપશે. 


દૂધ ઉત્પાદકોને મળશે સબસિડી
ગુજરાત કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વાયદો કર્યો કે દૂધ ઉત્પાદકોને 5 રૂપિયા પ્રતિ લીટરની સબસિડી મળશે. 4 લાખ રૂપિયાનું કોરોના વળતર આપવામાં આવશે. ગત 27 વર્ષોમાં જે ભ્રષ્ટાચાર થયો છે, તેની તપાસ થશે. એન્ટી કરપ્શન એક્ટ લાદવામાં આવશે અને દોષીઓને જેલ ભેગા કરવામાં આવશે. મનરેગા જેવી શહેરી રોજગાર ગેરન્ટી યોજના ચલાવવામાં આવશે.


આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube