ગૌરવ પટેલ/ અમદાવાદ : દેશમાં કુદતે અને ભુસકે વધી રહેલી માંઘવારી સામે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને દેખાવો કરવામાં આવ્યા. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા દેખાવામાં મહિલાઓએ મોઘવારી ફુલી ફાલી હોવાની થીમ બનાવી તો એક મહિલા કાર્યકર ખચ્ચર ગાડી સાથે વિરોધ પ્રદર્શન માટે પહોચ્યા. ગુજરાત મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાયત્રી બા વાઘેલાએ કહ્યુ કે, બહુત હુઇ મહગાઇ કી માર અબકી બારના સુત્ર સાથે વર્ષ 2014માં સત્તા મેળવવા માટે સભાઓ ગજવનાર સત્તામાં આવતાની સાથે જ ગુજરાતની જનતાને મોંઘવારીનો સતત માર આપી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેશનકાર્ડ કૌભાંડ: પોલીસે મહત્વનાં આરોપીઓની ધરપકડ કરી
જીવન જરૂરિયાતની એક પછી એક ચીજ વસ્તુઓના ભાવમાં કમરતોડ ભાવ વધારો થઈ રહ્યો છે. સંગ્રહખોરો – કાળાબજારીયા બેકાબૂ બન્યા છે. છતાં ભાજપ સરકારનું ભેદી મૌન છે. ડિસેમ્બર – ૨૦૧૯ માં હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ એટલે કે જથ્થાબંધ ભાવાંક આધારીત ફુગાવો ૦.૫૯ ટકા થી વધીને ૨.૫૯ ટકા થઈ ગયો છે. ડિસેમ્બર મહિનામાં ખાદ્યાન્ન ફુગાવો ૧૩.૨૪ ટકા થયો છે. નિકાસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે મોદી સરકારે દેશની ગૃહિણીઓ અને દેશના સામાન્ય વ્યક્તિના બજેટ ઉપર ઘાડ પાડી છે. મોદી સરકારે ગેસ સિલીંડરમાં રૂ. ૧૪૪/- નો વધારો ઝીંક્યો, ૧૬ માર્ચ ૨૦૧૪માં જ્યારે ભાજપ સત્તામાં આવ્યુ ત્યારે સબસીડી સિલીંડર ૪૧૪ હતો. 


દાહોદ: સરકારી શાળાનો શિક્ષક બન્યો બુટલેગર, લાખોનો દારૂ અને બિયરનો જથ્થો મળ્યો


સાડા પાંચ વર્ષમાં ગેસ સિલીંડરનો ભાવ રૂ. ૮૫૮.૫૦/- થયો એટલે કે સાડા પાંચ વર્ષમાં ૧૧૦ ટકાનો વધારો ઝીંકાયો. છેલ્લા એક વર્ષમાં ગેસ સિલીંડરમાં રૂ.૨૦૦/- નો વધારો થયો. દેશમાં કુલ ૨૫,૨૧,૦૦,૦૦૦ (પચ્ચીસ કરોડ એકવીસ લાખ) સિલીંડરનો વપરાશ થાય છે એટલે કે રૂ. ૧૪૪/- ના ભાવ વધારાથી દેશની જનતા પાસે રૂ. ૪૩,૫૬૨/- કરોડ રૂપિયાની ઉઘાડી લુંટ કરી છે, મોદી શાસનમાં GDP સતત નીચે જાય છે અને બીજી બાજુ ગેસ, ડીઝલ, પેટ્રોલ ઊંચે જાય છે.  ભાજપના રાજમાં ખાદ્ય તેલોના ભાવ ભડકે બળી રહ્યાં છે. 


ભાજપના કોર્પોરેટર પર ધોળા દિવસે ફાયરિંગથી ચકચાર, પોલીસ દોડતી થઇ


એક જ મહિનામાં રૂ. ૧૨૦/- થી રૂ. ૩૨૦/-નો જંગી વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. મગફળી અને કપાસના વિપુલ ઊત્પાદન કરતા ગુજરાતમાં પૂરતા ઉત્પાદન તથા બજારમાં નીચા ભાવ અને વિપુલ આવક હોવા છતાં તેલના ભાવો કેમ વધી રહ્યાં છે. ભાજપ સરકાર નાગરિકોને પડતો મોંઘવારીના માર બાબતે આંખ આડા કાન કરી રહી છે. મોંઘવારી ઘટાડવાના વચન આપી સત્તા મેળવનાર કેન્દ્રની “મોદી સરકાર” સૌથી “મોંઘી સરકાર” બની ગઈ છે ત્યારે, દેશની ૧૩૦ કરોડની જનતા અને ગુજરાતની ૬ કરોડની જનતાને મોંઘવારીના મારમાંથી મુક્તી અપાવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube