ઝી મીડિયા/બ્યૂરો :કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હર્ષદ રિબડીયા ઉપરાંત તેમના પરિવારના તેમના પત્ની અને પુત્ર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હર્ષદ રીબડીયા ના જણાવ્યા પ્રમાણે કોઈ લક્ષણ દેખાતા નથી પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધારાસભ્ય સહિત સમગ્ર પરિવારને હોમ ક્વોરેન્ટાઈન કરીને તેઓની ટ્રીટમેન્ટ શરૂ કરી છે. જોકે, હર્ષદ રીબડીયાના જણાવ્યા પ્રમાણે, તેમનામાં કોરોનાના કોઈ લક્ષણ દેખાતા નથી, પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ, જૂનાગઢ મહાનગરપાલિકા કોરોનાગ્રસ્ત બની છે. મનપાના 18 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં તંત્ર હરકતમાં આવ્યું અને કચેરીમાં આવનાર અરજદારોના કામ બિલ્ડીંગ નીચેથી જ થઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મનપાના તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. બિનજરૂરી પ્રવેશ ટાળવા કચેરી બહાર બેરિકેટ મૂકવામાં આવ્યા છે. 


ધમણ-3 વેન્ટિલેટર પર કરાયેલી RTI વિશે જ્યોતિ CNC એ કર્યો મોટો ખુલાસો


આમ, જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધતું જાય છે અને હવે તેમાંથી તંત્ર પણ બાકાત નથી રહ્યું. જુનાગઢ મહાનગરપાલિકાના 18 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં તંત્ર સફાળું જાગ્યું છે અને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા મેયરે સૂચના આપી છે. મનપા કચેરીમાં કોરોના સંક્રમણને લઈને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. કચેરીમાં આવતાં અરજદારોને શક્ય હોય ત્યાં સુધી કચેરીમાં પ્રવેશ ન કરે અને નીચેથી જ કામ પતી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે મનપાના તમામ કર્મચારીઓના રીપોર્ટ ફરજીયાત કરી યોગ્ય કાર્યવાહી કરવા પણ મેયર ધીરૂભાઈ ગોહેલ દ્વારા સૂચના અપાઈ છે. કચેરીમાં બિનજરૂરી પ્રવેશ નિષેધ કરાયો છે. મનપા કચેરીમાં આવનાર લોકોને પહેલાં તેમને શું કામ છે તે પૂછીને પછી જ પ્રવેશ અપાઈ છે. આવનાર વ્યક્તિનું તાપમાન માપીને પછી જ તેને કચેરીમાં પ્રવેશ મળે છે.


અમદાવાદના હાઈપ્રોફાઈલ પોપ્યુલર બિલ્ડર કેસમાં નવો વળાંક, પુત્રવધુ પાસેથી બળજબરીથી સહી લેવામાં આવી 


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજકીય ક્ષેત્રે પણ કોરોના સતત ફેલાઈ રહ્યો છે. જેથી નેતાઓમાં પણ કોરોના (Coronavirus) નો ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ સાંસદ અમિત શાહ, રમેશ ધડુક અને ડૉ.કિરીટ સોલંકી સહિત 16 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. એક જ દિવસના 8 કલાક દરમિયાન ભાજપના પાંચ નેતાઓ કોરોનાનો શિકાર બન્યા છે. ગઈકાલે સુરતના મજૂરા વિધાનસભા બેઠક ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હર્ષ સંઘવી બાદ સાંજે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાગ્રસ્ત થયા હતા. બંન્નેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ પણ પોઝિટિવ આવ્યો છે.


ગુજરાતના અન્ય મહત્વના સમાચાર :


અમદાવાદના હાઈપ્રોફાઈલ પોપ્યુલર બિલ્ડર કેસમાં નવો વળાંક, પુત્રવધુ પાસેથી બળજબરીથી સહી લેવામાં આવી 


સુશાંતસિંહ રાજપૂતના ગુજરાતી ચાહકે જે કર્યુ, તેની સરખામણીએ રિયા ચક્રવર્તી પણ ન આવે....


ZEE 24 કલાકનાં પત્રકાર ભારતી રોહિતનો અકસ્માત, ટક્કર મારનાર વાહનચાલક વિશે જાણ કરવા નમ્ર અપીલ...  


અમદાવાદમાં મોડી રાત્રે બે માળનું મકાન ધરાશાયી, 5 કલાક રેસ્ક્યૂ કામગીરી ચાલી, એકનું મોત 


કોરોનાના શિકાર બન્યા ભાજપ-કોંગ્રેસના નેતાજી, 8 કલાકમાં ભાજપના 5 નેતાઓને કોરોના


ધમણ-3 વેન્ટિલેટર પર કરાયેલી RTI વિશે જ્યોતિ CNC એ કર્યો મોટો ખુલાસો


JEE-NEET ની પરીક્ષા ન યોજવા કોંગ્રેસનું ગુજરાભરમાં આક્રમક આંદોલન   


ચૂંટણી જીતાડવા પાટીલની વધુ એક રણનીતિ, હારેલા ધારાસભ્યો સાથે કરશે બેઠક