ચૂંટણી જીતાડવા પાટીલની વધુ એક રણનીતિ, હારેલા ધારાસભ્યો સાથે કરશે બેઠક
કમલમ ખાતે હવે ભાજપના હારેલા ધારાસભ્યોની બેઠક યોજાશે. વર્ષ 2007, 2012, 2017 વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ધારાસભ્યોની બુધવારે એક બેઠક મળશે
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :આગામી સમયમાં વિવિધ ચૂંટણીઓ આવી રહી છે. વિવિધ ચૂ્ંટણીઓમાં જીત મેળવવા માટે ગુજરાત ભાજપે અત્યારથી જ કમર કસી છે. જીતના લક્ષ્યાંક સાથે ભાજપે નવી રણનીતિ અપનાવી છે. કમલમ ખાતે હવે ભાજપના હારેલા ધારાસભ્યોની બેઠક યોજાશે. વર્ષ 2007, 2012 , 2017 વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ધારાસભ્યોની બુધવારે એક બેઠક મળશે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. જેમાં હારેલા ધારાસભ્યો હાજરી આપશે. કમલમ પર યોજાનારી આ બેઠકમાં ભૂષણ ભટ્ટ, દિલીપ સંઘાણી, જગરૂપસિંહ રાજપૂત, શંકર ચૌધરી, આત્મારામ પરમાર, રમણલાલ વોરા સહિત 30 પૂર્વ ધારાસભ્યોની બેઠક મળશે.
અત્યાર સુધીમાં હારેલા નેતાઓની મળનારી ભાજપની આ પ્રથમ બેઠક છે. 2022ની વિધાનસભા ચૂંટણી તથા આગામી પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજાઈ રહી છે. તો બીજી તરફ, સૌરાષ્ટ્ર બાદ હવે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે જશે. સીઆર પાટીલ 3થી 5 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓના ટાર્ગેટ ઉત્તર ગુજરાતનું આખુ શિડ્યુલ આવી ગયું છે.
3 સપ્ટેમ્બરનું શિડ્યુલ
- સીઆર પાટીલ 2 સપ્ટેમ્બરની રાત્રે અંબાજી પહોંચશે. 3 સપ્ટેમ્બરે સવારે 8.30 વાગ્યે મા અંબાના દર્શન કરશે. મા અંબાના દર્શન કરીને પાટીલ પ્રવાસની શરૂઆત કરશે.
- ત્યાર બાદ બનાસકાંઠાના પાલનપુર એને ડીસા ખાતે બેઠકો યોજાશે. પાટણ શહેરમાં સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કરાશે. 3 સપ્ટેમ્બરે પોણા ચાર વાગ્યે પાટણમાં સ્વાગત કરાશે. પાટણમાં સાંજે 6 વાગ્યે અને રાત્રે 7 વાગ્યે બેઠક કરશે. પાટણમાં સીઆર પાટીલ
- રાત્રિરોકાણ કરશે
4 સપ્ટેમ્બરનું શિડ્યુલ
- સપ્ટેમ્બરે વીર મેઘમાયા પવિત્ર સ્થળના દર્શન કરશે. સાથે જ વર્લ્ડ હેરિટેજ રાણીની વાવની પણ મુલાકાત લેશે. આ દિવસે સવારે 9 વાગ્યે ઊંઝા જશે. પાટીલ ઊંઝામાં સ્થાનિકો સાથે બેઠક કરશે. મહેસાણામાં બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. સીઆર પાટીલ મહેસાણામાં પ્રેસ કોન્સફરન્સ પણ કરશે. ગાંધીનગરના કલોલમાં ભવ્ય સ્વાગત કરાશે.
ધમણ-3 વેન્ટિલેટર પર કરાયેલી RTI વિશે જ્યોતિ CNC એ કર્યો મોટો ખુલાસો
5 સપ્ટેમ્બરનું શિડ્યુલ
5 તારીખે ગાંધીનગરના ચિલોડામાં પાટીલનું સ્વાગત કરાશે. જેના બાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ તેમનું સ્વાગત કરાશે. સવારે 10 વાગ્યે હિંમતનગરમાં સ્વાગત અને બેઠકનું આયોજન કરાયું છે. જેના બાદ અરવલ્લીના ગાંભોઈ, રાજેન્દ્ર ચોકડી અને મોડાસામાં ભવ્ય સ્વાગત કરાશે. મોડાસામાં બેઠક પણ કરશે.
ગુજરાતના અન્ય મહત્વના સમાચાર :
અમદાવાદમાં મોડી રાત્રે બે માળનું મકાન ધરાશાયી, 5 કલાક રેસ્ક્યૂ કામગીરી ચાલી, એકનું મોત
કોરોનાના શિકાર બન્યા ભાજપ-કોંગ્રેસના નેતાજી, 8 કલાકમાં ભાજપના 5 નેતાઓને કોરોના
ZEE 24 કલાકનાં પત્રકાર ભારતી રોહિતનો અકસ્માત, ટક્કર મારનાર વાહનચાલક વિશે જાણ કરવા નમ્ર અપીલ...
ધમણ-3 વેન્ટિલેટર પર કરાયેલી RTI વિશે જ્યોતિ CNC એ કર્યો મોટો ખુલાસો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે