ZEE 24 કલાકનાં પત્રકાર ભારતી રોહિતનો અકસ્માત, ટક્કર મારનાર વાહનચાલક વિશે જાણ કરવા નમ્ર અપીલ...
અકસ્માતનો આ બનાવ બન્યો તેની આસપાસ સીસીટીવી કેમેરા ન હોવાથી ભારતીને ટક્કર મારીને વાહન સાથે ફરાર થઈ જનારો આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. ભારતીને ટક્કર માર્યા પછી કયો વાહન ચાલક માનવતા નેવે મૂકીને વાહન સાથે ફરાર થઈ ગયો તેને અમે શોધી રહ્યા છીએ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ZEE 24 કલાકનાં મહિલા પત્રકાર ભારતી રોહિતને બુધવારની સાંજે નેશનલ હાઈવે નંબર 8 પર કોઈ અજાણ્યો વાહનચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. જેના બાદ ભારતી રોહિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે મહિલા પત્રકાર ભારતી રોહિતને હિટ એન્ડ રનમાં ગંભીર રીતે ઈજા પહોંચાડીને ભાગી જનારો અજાણ્યો વાહનચાલક કોણ છે? સમાચારના માધ્યમથી એ પ્રત્યક્ષદર્શીઓને અમારી અપીલ છે જેમણે નેશનલ હાઈવે નંબર 8 પર 26 ઑગસ્ટે સાંજે અમારાં મહિલા પત્રકાર ભારતી રોહિતના અકસ્માતને નજરે જોયો છે, કેવી રીતે ટક્કર વાગી અને કયું વાહન ટક્કર મારીને ફરાર થયું તેની માહિતી તમને હોય તો અમારો સંપર્ક કરો.
26 ઑગસ્ટે બુધવારે બપોરે ઑફિસનું કામ પૂરું કરીને ભારતી રોહિત પોતાના વતન નડિયાદ જવા માટે એક્ટિવા પર અમદાવાદથી રવાના થયાં હતાં. બુધવારે સાંજે 5 વાગ્યે નેશનલ હાઈવે નંબર આઠ ઉપર ભારતી એક્ટિવા લઈને જઈ રહ્યાં હતાં, ત્યારે તેમને અજાણ્યું વાહન ટક્કર મારીને ફરાર થઈ ગયું હતું. આ કયું વાહન હતું અને કોણ ચલાવી રહ્યું હતું... જે પણ પ્રત્યક્ષદર્શીઓએ એક્ટિવાને ટક્કર મારતા વાહનને જોયું હોય તેમને અમારી અપીલ છે કે તેઓ ZEE 24 કલાકનો સંપર્ક કરે.
અમારાં સાથી પત્રકાર ભારતી રોહિત અત્યારે કરમસદની શ્રીકૃષ્ણ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમને ઘટનાસ્થળેથી 108 મારફતે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. પરંતુ એ સમયે ઘટનાસ્થળે કોઈ વાહન હાજર નહોતું. પત્રકાર ભારતી રોહિત જે એક્ટિવા લઈને પોતાના વતનમાં 3 દિવસની રજા લઈને ઘરે જઈ રહ્યાં હતાં તે એક્ટિવા સુરક્ષિત છે. અકસ્માતનો આ બનાવ બન્યો તેની આસપાસ સીસીટીવી કેમેરા ન હોવાથી ભારતીને ટક્કર મારીને વાહન સાથે ફરાર થઈ જનારો આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. ભારતીને ટક્કર માર્યા પછી કયો વાહન ચાલક માનવતા નેવે મૂકીને વાહન સાથે ફરાર થઈ ગયો તેને અમે શોધી રહ્યા છીએ. ZEE 24 કલાકની આપ સૌને અપીલ છે કે જે પણ પ્રત્યક્ષદર્શીઓએ વ્હાઈટ કલરના એક્ટિવાને ટક્કર મારતા વાહનને નેશનલ હાઈવે નંબર આઠ પર જોયું હોય તે ZEE 24 કલાકનો સંપર્ક કરે.
ગુજરાતના અન્ય મહત્વના સમાચાર :
અમદાવાદમાં મોડી રાત્રે બે માળનું મકાન ધરાશાયી, 5 કલાક રેસ્ક્યૂ કામગીરી ચાલી, એકનું મોત
કોરોનાના શિકાર બન્યા ભાજપ-કોંગ્રેસના નેતાજી, 8 કલાકમાં ભાજપના 5 નેતાઓને કોરોના
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે