સુશાંતસિંહ રાજપૂતના ગુજરાતી ચાહકે જે કર્યુ, તેની સરખામણીએ રિયા ચક્રવર્તી પણ ન આવે....

સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધન બાદ દુનિયાભરમાં તેમના પ્રત્યે લાગણી જોવા મળી રહી છે. ત્યારે ભાવેણાનાં યુવાને સુશાંતનું ટેટૂ ચિતરાવી પોતાની લાગણી વ્યક્ત કરી 

સુશાંતસિંહ રાજપૂતના ગુજરાતી ચાહકે જે કર્યુ, તેની સરખામણીએ રિયા ચક્રવર્તી પણ ન આવે....

નવનીત દલવાડી/ભાવનગર :સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધન બાદ દુનિયાભરમાં તેમના પ્રત્યે લાગણી જોવા મળી રહી છે. ત્યારે ભાવેણાનાં યુવાને સુશાંતનું ટેટૂ ચિતરાવી પોતાની લાગણી વ્યક્ત કરી છે. જન્મેજય જાની નામના યુવાને પોતાના શરીર પર છુંદણા છુંદાંવી બોલિવુડનાં આ એક્ટર પ્રત્યેની લાગણી દર્શાવી છે. રહસ્યમય સંજોગોમાં મોતને ભેટેલ કલાકાર સુશાંતસિંહ રાજપૂતનાં મોતની ન્યાયિક તપાસની ટેટૂ દ્વારા માંગ કરી હતી.

(ટેટૂ કરાવનાર યુવક જન્મેજય જાની)

લોકો પોતાની વાતને દુનિયા સમક્ષ રાખવા અવનવા કિમીયા અપનાવતા હોય છે. દરેક લોકોની જુદી જુદી સ્ટાઇલ હોય છે અને એ સ્ટાઈલ મુજબ પોતાની લાગણી વ્યક્ત કરતા હોય છે. ત્યારે ભાવનગરનાં એક ફિલ્મ પ્રેમી યુવાને યુવાહૃદયમાં વસી ચૂકેલા સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુની તટસ્થ અને ન્યાયિક તપાસ થાય અને મૃત્યુનું ખરું કારણ-સત્ય હકીકત જાહેર થાય તે માટે પોતાનાં શરીર પર ટેટૂ ચિતરાવ્યુ છે, અને એ ટેટુ થકી તેણે પોતાની લાગણી વ્યક્ત કરતા ન્યાયિક તપાસની માંગ કરી છે.

bhavnagar_shushant_fan_2zee.jpg

(સુશાંતનું ટેટૂ બનાવનાર આર્ટિસ્ટ)

બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય સંજોગોમાં નિપજેલા મોત બાદ દુનિયાભરમાં તે ચર્ચાનો વિષય બન્યો છે. લોકો તેના મોતને લઈને અનેક તર્ક કરી રહ્યા છે. તેની હત્યા થઈ કે તેણે આત્મહત્યા કરી? આત્મહત્યા કરી તો તેની પાછળ જવાબદાર કોણ? હાલ તો દુનિયામાંથી વિદાઈ લઇ ચૂકેલા સુશાંતસિંહ રાજપૂતને યાદ કરી લોકો તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ તેના પ્રશંસકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં હજુપણ સુશાંતસિંહ રાજપૂતને લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, અને અલગ અલગ રીતે ન્યાયિક તપાસની માંગ પણ કરી રહ્યા છે. આવામાં ભાવનગરના જન્મેજય જાનીએ સુશાંતસિંહને યાદ કરી ન્યાયિક તપાસની માંગ સાથે શહેરના જાણીતા ટેટુ આર્ટિસ્ટ જય બારડ પાસેથી આ ટેટૂ તૈયાર કરાવ્યું છે. પોતાના શરીર પર સુશાંત રાજપૂતનું ટેટુ ચિતરાવી જન્મેજયે શ્રદ્ધાંજલિ પાઠવી છે. જ્યારે ટેટૂ આર્ટિસ્ટ જય બારડે પણ સુશાંતનું ટેટુ બનાવવામાં ભારે મહેનત કરી હતી, જોકે આ ટેટૂને શરીર પર બનાવવામાં આર્ટિસ્ટ જય બારડને 6 કલાકનો સમય લાગ્યો હતો, અને ખૂબ મહેનત બાદ તેમણે આબેહુબ સુશાંતનું ચિત્ર બનાવ્યું હતું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news