રવિ અગ્રવાલ /વડોદરા: ગુજરાતનો સૌથી લાંબો ફલાયઓવર બ્રીજ વડોદરામાં બની રહ્યો છે જે વિવાદમાં આવ્યો છે. સૌથી લાંબા ફલાયઓવર બ્રીજનું કામ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના કારણે અટકાવી દેવાયું છે. ફ્લાયઓવરની વચ્ચે આવી રહેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના કારણે બ્રીજનું કામ અટકયું છે. અને કોન્ટ્રક્ટરે જણાવ્યું છે, કે આ પ્રતિમાં હટાવાથી બ્રિજનું કામ આગળ ચાલી શકશે. ત્યારે દલિત સમાજના આગેવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને પ્રતિમાં હટાવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી સાડા ચાર કિલોમીટર ગુજરાતનો સૌથી લાંબો ફલાયઓવર બ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. અંદાજિત 250 કરોડથી વધુના ખર્ચે બની રહેલા બ્રીજનું કામ રેસકોર્સ સર્કલ પાસે કોન્ટ્રાકટરે અટકાવી દીધુ છે. રેસકોર્સ સર્કલ પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હોવાથી તે બ્રીજ બનાવવાના કામમાં વચ્ચે આવી રહી છે જેના પગલે કોન્ટ્રાકટરે પાલિકાને પ્રતિમા હટાવવી પડશે તો જ કામ આગળ વધશે તેમ કહ્યું છે.


ઠાકોર સેનાની કોર કમિટીનો નિર્ણય, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપમાં જોડાશે


કોન્ટ્રાક્ટરે પ્રતિમા હટાવાની વાત કરતા પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ અવઢવમાં મુકાયા છે. પાલિકા કોઈ નિર્ણય લે તે પહેલા જ દલિત સંગઠનોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. દલિત નેતાઓ બાબા સાહેબની પ્રતિમા હટાવ્યા વગર બ્રીજ બનાવવાની માગ કરી રહ્યા છે. તેમજ પ્રતિમા હટશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.


અમદાવાદ: કાંકરિયાની ઘટના બાદ કોંગ્રેસનો હોબાળો, ‘મેયર જવાબદારી સ્વિકારી રાજીનામું આપે’

બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હટાવવાના મામલે વડોદરા પાલિકાના ડેપ્યુટી મેયર અને દલિત નેતાને પુછયુ તો તેમને કોઈ પણ સંજોગોમાં પ્રતિમા નહી હટાવાય તેવુ આશ્વાસન આપ્યુ છે. સાથે જ બ્રીજના કામ દરમિયાન પ્રતિમાને નુકશાન ન થાય તે માટે તેને ઢાંકી દેવાશે તેવી વાત કરી છે. તેમજ પ્રતિમા હટાવવાની વાતને અફવા ગણાવી છે.


જુઓ LIVE TV:



મહત્વની વાત છે કે, પાલિકા બાબા સાહેબની પ્રતિમા હટાવ્યા વગર બ્રીજનું કામ કરવા કોન્ટ્રાકટરને આદેશ કરશે. ત્યારે ચોક્કસથી પાલિકાના શાસકો દલિત સંગઠનોના ઉગ્ર વિરોધની ચીમકી સામે ઝુકી ગયા હોય તેમ લાગી રહ્યુ છે. કેમ કે ,જો પ્રતિમા નહી હટાવાય તો બ્રીજની ડિઝાઈનમાં ખામી રહી શકે છે. જેના કારણે ભવિષ્યમાં અકસ્માતનો ભય રહેશે.