• નાણામંત્રી તરીકે નીતિન પટેલ 9મી વખત બજેટ રજૂ કરશે.

  • બજેટ સત્રને લઇને ગુજરાત રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે દરેક વિભાગની સમીક્ષાઓ શરૂ કરી

  • વિધાનસભા બજેટ સત્રમા મુખ્યમંત્રીના વિભાગોના જવાબો અન્ય મંત્રીઓ આપશે


હિતલ પારેખ/બ્રિજેશ દોશી/ગાંધીનગર :1 માર્ચથી વિધાનસભાનું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે હાલ ગુજરાતમાં વકરતા કોરોનાની પરિસ્થિતિને જોતા ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર (budget session) માં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. અધિકારીઓ, મંત્રીઓ, ધારાસભ્યોને હવે કોરોના ટેસ્ટ કરાવીને જ એન્ટ્રી મળશે. તમામના રિપોર્ટ નેગેટિવ હશે તો જ વિધાનસભામાં પ્રવેશ મળશે. વિધાનસભા સત્ર પહેલા કોરોના ટેસ્ટ (corona test) ફરજિયાત કરવામાં આવ્યો છે. સત્રમાં સામેલ થનાર તમામ લોકોએ ટેસ્ટ કરાવવાનો રહેશે. આ માટે સંબંધિત મંત્રીઓના વિભાગોના કર્મચારીઓ માટે સચિવાલયમા જ ટેસ્ટિંગ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. નેગેટિવ રિપોર્ટ આવશે તેને જ પ્રવેશ અપાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : વેક્સીનેશનનો ત્રીજો રાઉન્ડ : 45 થી નીચેના ગંભીર રોગથી પીડાતા લોકોને વેક્સીન અપાશે  


2 માર્ચે ગણતરી હોવાથી 3 માર્ચે બજેટ રજૂ કરશે
વિધાનસભાનું સત્ર 1 માર્ચથી શરૂ થાય છે. અગાઉ 2 માર્ચના રોજ નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (nitin patel) ગુજરાત રાજ્યનું અંદાજપત્ર રજૂ કરવાના હતા. જોકે, વિધાનસભામાં 2 માર્ચની બેઠક રદ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 2 માર્ચના રોજ મતગણતરી હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે. 3 માર્ચના રોજ બજેટ રજૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. કોરોના કાળમાં બજેટ સત્રના આયોજન સમયે ખાસ સાવચેતી રાખવામાં આવી છે. બજેટ સત્રમાં જતા પહેલા ધારાસભ્યો, અધિકારીઓ તમામે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. ગુજરાત વિધાનસભા બજેટ (budget 2021)  3 માર્ચના રોજ રજૂ કરાશે. 


આ પણ વાંચો : પાર્ટીના અસંતુષ્ટો પર સૌરભ પટેલનો પ્રહાર, ‘ટિકિટ ન મળી એટલે કોંગ્રેસી થયા, એ કેવી નીતિ’


નીતિન પટેલ 9મી વાર બજેટ રજૂ કરશે
વિધાનસભાના સત્રમાં બેઠક વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન રાખવામા આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance) સાથે તમામને ગૃહમાં બેસાડવામાં આવશે. નાણામંત્રી તરીકે નીતિન પટેલ 9મી વખત બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઇને ગુજરાત રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે દરેક વિભાગની સમીક્ષાઓ શરૂ કરી દીધી છે, જેમાં નવી યોજનાઓ તેમજ ખર્ચની ફાળવણી જેવી બાબતો પર વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરાશે. તેમજ વિધાનસભા ગૃહની અંદર કેટલાક મહત્ત્વના ફેરફારો કરવામાં આવે એવી શક્યતા છે, જેમાં ગૃહની અંદરની હયાત જગ્યાનો ઉપયોગ કરવા તેમજ પ્રેક્ષક-ગેલેરીમાં વધુ આરામદાયક ખુરશી મૂકવાના વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે. 


આ પણ વાંચો : ‘સોરી મુજે માફ કર દેના...’ લખીને બિહારની વિદ્યાર્થીનીએ વડોદરાની હોટલમાં આત્મહત્યા કરી 


મુખ્યમંત્રીના જવાબ અન્ય મંત્રીઓ આપશે 
વિધાનસભા બજેટ સત્રમા મુખ્યમંત્રીના વિભાગોના જવાબો અન્ય મંત્રીઓ આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિભાગના જવાબો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ અને પ્રદિપસિહ જાડેજા તમામ સવાલોના આપશે. ચારેય સિનિયર મંત્રીઓને અલગ અલગ વિભાગ ફાળવવામાં આવ્યા છે. અન્ય કેબિનેટ મંત્રીઓના બદલે રાજ્ય કક્ષાના મંત્રીઓને બોલવા પ્રાધાન્ય અપાશે. વિભાગની તારાંકિત પ્રશ્નોત્તરી સહિતની બાબતો પર રાજ્ય કક્ષાના પ્રધાન જવાબ આપશે. 


આ પણ વાંચો : કેજરીવાલે પોતાના કોર્પોરેટર્સને કહ્યું, કોઈ રજૂઆત કરવા આવે તો એક કપ ચા પીવડાવજો


આજે સાંજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યના બજેટ અંગે બેઠક યોજાશે. જેમાં નાયબ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને નાણાં વિભાગના અધિકારીઓ હાજર રહેશે. આ બેઠકમાં બજેટમાં મહત્વની જોગવાઈ અને જાહેરાતો અંગે ચર્ચા થશે. બજેટમાં રાજ્ય સરકારની મુખ્ય યોજનાઓ અને જાહેરાતો અંગે ચર્ચા થશે. તમામ વિભાગો સાથે થયેલા પરામર્શ અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા થશે. નાયબ મુખ્યમંત્રી 3 માર્ચે બજેટ રજૂ કરવાના છે. સાથે જ આજે સરકારની કોર કમિટીની બેઠક મળશે. જેમાં વેકસીનેશનના ત્રીજા તબક્કા અંગે ચર્ચા થશે. 1 માર્ચથી શરૂ થનારા વેક્સીનેશન અંગે નિર્ણય લેવાશે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ વ્યાપક વેક્સીનેશનની તૈયારીઓને આખરી ઓપ અપાશે.