ગુજરાતમાં વેક્સીનેશનનો ત્રીજો રાઉન્ડ : 60 પ્લસ અને 45 થી નીચેના ગંભીર રોગથી પીડાતા લોકોને વેક્સીન અપાશે

ગુજરાતમાં વેક્સીનેશનનો ત્રીજો રાઉન્ડ : 60 પ્લસ અને 45 થી નીચેના ગંભીર રોગથી પીડાતા લોકોને વેક્સીન અપાશે
  • મેડિકલ ઓફિસર આઈડેન્ટિફાઈડ્ કરે તેવા 45 વર્ષના ઉંમરના લોકોને પણ વેક્સીન આપવામાં આવશે
  • 60 વર્ષથી ઉપરના લોકો સરકારી સેન્ટરમાં જાય તો વિનામૂલ્યે અને ખાનગીમાં જાય તો 100 રૂપિયા પ્રોસેસિંગ ચાર્જ લાગશે
  • કઈ કઈ જગ્યાએ વેક્સિનેશન કાર્યક્રમ હાથ ધરાશે તેની વેબસાઇટ પર માહિતી મળશે
  • આ માટે મોબાઈલ ઉપર રજિસ્ટ્રેશન કરી શકાશે. જોકે એક મોબાઈલ નંબર ઉપરથી ચાર વ્યક્તિઓનું રજિસ્ટ્રેશન કરી શકાશે

હિતલ પારેખ/ગાંધીનગર :કોરોનાકાળમાં વિધાનસભાનું બજેટ સત્ર ખાસ બનવા જઈ રહ્યું છે. બજેટ (budget 2021) માટે સરકાર એપ્લિકેશન લૉન્ચ કરી છે. નાણામંત્રી નીતિન પટેલ આજે મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી છે. જેમાં ગુજરાતનું બજેટ (gujarat buget 2021) ડિજિટલી રજૂ કરવામાં આવશે. બજેટમાં કાગળનો ઓછામાં ઓછો વપરાશ થાય તેવો આગ્રહ આ ડિજીટલ પ્લેટફોર્મ થકી રાખવામાં આવ્યો છે. ત્યારે આ સાથે તેમણે જાહેરાત કરી કે, ગુજરાતમાં 1 માર્ચથી 60 વર્ષથી ઉપરના લોકો અને ૪૫ વર્ષથી નીચેની વયના જે ગંભીર રોગોથી પીડાય છે તેમને વેક્સિનેશન (vaccination) નો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. 

આ પણ વાંચો : કેજરીવાલે પોતાના કોર્પોરેટર્સને કહ્યું, કોઈ રજૂઆત કરવા આવે તો એક કપ ચા પીવડાવજો

ગંભીર બીમારીથી પીડાતા લોકોને વેક્સીન અપાશે 
નીતિન પટેલે (nitin patel) કહ્યું કે, ભારત સરકારે તાજેતરમાં નિર્ણય કર્યો છે કે, કોરોના વોરિયર્સને ભારત સરકાર તરફથી વેક્સિનેશન આપવાનું કામ સમગ્ર દેશમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં પણ આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને બીજા તબક્કામાં કરવાની હતી એ પણ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ 1 માર્ચથી ૬૦ વર્ષથી ઉપરના લોકો અને ૪૫ વર્ષથી નીચેની વયના જે ગંભીર રોગોથી પીડાય છે તેમને વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. હાર્ડ ફીવર, હૃદયને લગતા રોગો, જન્મજાત હૃદયરોગ, હાઈપોટેન્શન, ડાયાબિટીસ હોય કેન્સર સિક્લસેલ, બોનમેરો ફેલ્યોર, એચઆઈવી પ્રકારના રોગોને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે. મેડિકલ ઓફિસર આઈડેન્ટિફાઈડ્ કરે તેવા 45 વર્ષના ઉંમરના લોકોને પણ વેક્સીન આપવામાં આવશે. આ માટે એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પહેલા અઠવાડિયામાં 500 જેટલા સેન્ટરમાં વેક્સીનેશન (corona vaccine) શરૂ કરવામાં આવશે. 

આ પણ વાંચો : પાર્ટીના અસંતુષ્ટો પર સૌરભ પટેલનો પ્રહાર, ‘ટિકિટ ન મળી એટલે કોંગ્રેસી થયા, એ કેવી નીતિ’

એક મોબાઈલ પરથી ચાર લોકો રજિસ્ટ્રેશન કરાવી શકશે 
તેમણે વધુમાં કહ્યું કે, કઈ કઈ જગ્યાએ વેક્સિનેશન કાર્યક્રમ હાથ ધરાશે તેની વેબસાઇટ પર માહિતી મળશે. આ માટે મોબાઈલ ઉપર રજિસ્ટ્રેશન કરી શકાશે. જોકે એક મોબાઈલ નંબર ઉપરથી ચાર વ્યક્તિઓનું રજિસ્ટ્રેશન કરી શકાશે. આ માટે આધાર કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઈસન્સ છે જેવા ઓળખપત્રો જરૂરી બનશે. ઓન સાઈટ રજિસ્ટ્રેશન પણ કરી શકાશે. સરકારી અને ખાનગી વેક્સીનેશન સેન્ટર ઉપર આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. નિ શુલ્ક રીતે વેક્સિનેશન કરવામાં આવશે. માત્ર પ્રોસેસિંગ ફી તરીકે 100 રૂપિયા લેવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ ભારત સરકારના એકાઉન્ટમાં જમા કરાવવાનું રહેશે. વેક્સિનેશન પછી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ કામગીરીનો અમલ રાજ્ય સરકાર કરશે. 60 વર્ષથી ઉપરના લોકો સરકારી સેન્ટરમાં જાય તો વિનામૂલ્યે અને ખાનગીમાં જાય તો 100 રૂપિયા પ્રોસેસિંગ ચાર્જ લાગશે. કેન્દ્ર સરકાર નક્કી કરશે તે પ્રકારે ચાર્જ લેવાશે.

બજેટ હવે ડિજીટલી જોઈ શકાશે 
બજેટ મોબાઈલ એપ્લીકેશનનો શુભારંભ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું. બજેટ રજૂ કરતા સમયે તેમણે કહ્યું કે, હવે ડિજિટલ સ્વરૂપમાં બજેટને લોન્ચ કરવામાં આવશે. કેન્દ્ર સરકારનાં બજેટ પછી સમગ્ર દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે, કે જેને બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. મોબાઇલ એપ્લિકેશન ગુજરાતનું બજેટ ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં રજૂ થશે. આ મોબાઇલ એપ્લિકેશન ઉપર ભૂતકાળના બજેટ પણ મૂકવામાં આવ્યા છે. બજેટ એપ્લિકેશન ઉપરથી નાણામંત્રીનું બજેટ સ્પીચ લાઈવ કરવામાં આવશે. ગુજરાત બજેટના નામથી ગુગલ પ્લે સ્ટોર ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે. વિધાનસભાના બજેટમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર અને નાણાં વિભાગ સહિતના અન્ય વિભાગો ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. નાણાંકીય કરકસરના પગલાના ભાગરૂપે આ પગલુ ખૂબ મહત્વનું છે. વિધાનસભાની કાર્યવાહી અને જે વિવિધ પ્રસારણ કરવાની માગણી કરવામાં આવતી હતી તે અંતર્ગત હવે બજેટ લાઈવ કરવાની શરૂઆત કરવાની શરૂઆત સરકારે કરી છે. લોકસભાની જેમ વિધાનસભામાં પણ જીવંત પ્રસારણ કરવું તેનો આ પ્રથમ તબક્કો છે. ગુજરાતના ગત 5 વર્ષના નાણામંત્રીના પ્રવચનો અને બજેટની કોપી આ એપ્લિકેશન પર મૂકવામાં આવી છે. 3 માર્ચના રોજ પ્રથમ બેઠકમાં નાણામંત્રી તરીકે ગુજરાતનું બજેટ ગૃહમાં રજૂ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news