ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1160 કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 10 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન કોરોનાની સારવાર બાદ 1384 દર્દીઓ રિકવર થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 31 હજાર 73 પર પહોંચી ગઈ છે. તો કુલ મૃત્યુઆંક 4203 થઈ ગયો છે. ગુજરાતમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 2,14,223 દર્દીઓ સાજા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મૃત્યુની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5 દર્દીના મૃત્યુ થયા છે. આ સિવાય સુરત શહેરમાં બે, અમરેલીમાં એક, રાજકોટ શહેરમાં એક અને વડોદરામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આમ છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીમાં વધુ 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં હવે કુલ મૃત્યુઆંક 4203 થઈ ગયો છે. 


છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 230 કેસ સામે આવ્યા છે. આ સિવાય સુરત શહેરમાં 143, વડોદરામાં 107, રાજકોટ શહેરમાં 104, મહેસાણામાં 44, વડોદરા ગ્રામ્ય 42, બનાસકાંઠા 33, ગાંધીનગર અને ખેડા 32-32, પંચમહાલમાં 31, રાજકોટ ગ્રામ્ય 27, સુરત ગ્રામ્ય 26, જામનગર શહેર 25, ગાંધીનગર શહેર 21, આણંદ 20, ભાવનગર શહેર 20, કચ્છ 19, સાબરકાંઠામાં 19 કેસ નોંધાયા છે. 


ગુજરાતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 12647 છે. જેમાં 67 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 4203ના અત્યાર સુધી મૃત્યુ થયા છે. સારવાર બાદ 214223 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 92.71 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54 હજાર 864 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજની તારીખે રાજ્યમાં 5 લાખ 32 હજાર 969 લોકો ક્વોરેન્ટાઇન છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 88 લાખ 35 હજાર 130 ટેસ્ટ થયા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube