કોરોના વાયરસઃ અરવલ્લીમાં 4, દેવભૂમિ દ્વારકામાં વધુ એક કેસ નોંધાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક કેસ સામે આવ્યો છે. આ સાથે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 14 થઈ ગઈ છે.
અરવલ્લી/દેવભૂમિ દ્વારકાઃ અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસના વધુ 4 કેસ નોંધાયા છે. તો દેવભૂમિ દ્વારકામાં પણ વધુ એક કેસ સામે આવ્યો છે. નવા ચાર કેસની સાથે અરવલ્લીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 125 થઈ ગઈ છે. જ્યારે દ્વારકામાં આ 14મો કેસ નોંધાયો છે.
અરવલ્લીમાં નવા ચાર કેસ સામે આવ્યા
અરવલ્લી જિલ્લાના મોડાસાના કોળીખડના 33 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો ટીંટોઈની 50 વર્ષીય મહિલા, મેથાવાડાના 58 વર્ષીય પુરૂષ અને ધનસુરાનો 31 વર્ષીય પુરૂષ કોરોનાનો શિકાર બન્યા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 125 કેસ નોંધાયા છે. જેમાં 107 લોકો સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે.
વર્ચસ્વની લડાઈ? હવે મ્યુનિસિપલ કમિશનરની ખુરશી પર બેસી ગયા મેયર બિજલ પટેલ
અમદાવાદથી ગયેલ પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક કેસ સામે આવ્યો છે. આ સાથે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 14 થઈ ગઈ છે. અમદાવાદથી એક યુવક ચાર દિવસ પહેલા દ્વારકા પહોંચ્યો હતો. તેને કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે સરકારી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યો હતો. જેનો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ યુવકને સારવાર માટે જામ ખંભાળિયાની કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર