વર્ચસ્વની લડાઈ? હવે મ્યુનિસિપલ કમિશનરની ખુરશી પર બેસી ગયા મેયર બિજલ પટેલ

અમદાવાદના પશ્ચિમ ઝોન ઉસમાનપુરામાં આવેલી કોર્પોરેશનની ઓફિસે મેયરે અણછાજતું વર્તન કર્યું છે. તેમણે આડકતરી રીતે વિજય નેહરાને સંદેશો આપ્યો હોય તેવી ઘટના બની છે. કમિશનરની ખુરશી પર મેયર બેસી ગયા હતા. 

વર્ચસ્વની લડાઈ? હવે મ્યુનિસિપલ કમિશનરની ખુરશી પર બેસી ગયા મેયર બિજલ પટેલ

અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ એક તરફ અમદાવાદ શહેરને કોરોના વાયરસે પોતાના ભરડામાં લઈ લીધું છે. અત્યાર સુધી 13 હજારથી વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. તો બીજીતરફ વિવાદો પણ સામે આવી રહ્યાં છે. પહેલા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને 14 દિવસ ક્વોરેન્ટાઇન પર  મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ ગાંધીનગરથી તેમની બદલીનો ઓર્ડર નિકળે છે. ત્યારે પણ ભાજપના શાસકોને કમિશનરની કામગીરી આંખમાં ખટકતી હતી. તો શહેરના મેયર બિજલ પટેલને પણ તત્કાલીન કમિશનર વિજય નેહરા સાથે અણબનાવના અનેક અહેવાલો સામે આવ્યા હતા. હવે બિજય પટેલે ફરી એકવાર વિવાદને આમંત્રણ આપી દીધું છે. 

કમિશનરની ખુરશી પર બેસી ગયા મેયર
અમદાવાદના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની બદલી બાદ પણ ભાજપના શાસકો શાંત થઈ રહ્યાં નથી. થોડા દિવસ પહેલા મેંગો ફેસ્ટીવલના ઉદ્ઘાટન સમયે મેયરને વિજય નેહરાની બદલી વિશે પ્રશ્ન પૂછતા તેઓ રોષે ભરાયા હતા. હવે અમદાવાદના પશ્ચિમ ઝોન ઉસમાનપુરામાં આવેલી કોર્પોરેશનની ઓફિસે મેયરે અણછાજતું વર્તન કર્યું છે. તેમણે આડકતરી રીતે વિજય નેહરાને સંદેશો આપ્યો હોય તેવી ઘટના બની છે. કમિશનરની ખુરશી પર મેયર બેસી ગયા હતા. 

Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 485 કેસ, 30 લોકોના મૃત્યુ

પોતે જ સર્વોપરિ હોય તેવી પ્રતિતી મેયરે કરાવી
અમદાવાદમાં ભાજપના શાસકો વચ્ચે ક્યાંકને ક્યાંક યુદ્ધ ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ યુદ્ધમાં મેયર બિજલ પટેલ સર્વોપરી હોય તેવી પ્રતિતી કરાવી રહ્યાં છે. પશ્ચિમ ઝોન ખાતેની ઓફિસમાં તેઓ કમિશનરની બેઠક પર બેસી ગયા હતા. જો મેયરે આજ રીતે વર્તન કરવું હોય તો શા માટે દાણાપીઠ ખાતે બેઠક ન સ્વીકારી? એએમસી વર્તુળોમાં પણ અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હાલ અમદાવાદના કમિશનર તરીકે મુકેશ કુમાર છે. તો પણ ભાજપના સાશકનો ધમંડ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ ઝોનની આ ઓફિસમાં amc કમિશનર જ બેસતા આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news