ગાંધીનગર : ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ ૩૭૧ નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે ૨૬૯ લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 24 લોકોનાં મોત નિપજ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નફાખોરો, કોરોના, કમોસમી તોફાની વરસાદથી બેહાલ ખેડૂત પર હવે તીડનું આક્રમણ, जाए भी तो कहा?


નવા નોંધાયેલા કેસની જિલ્લા અનુસાર વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 233 કેસ નોંધાયા હતા. વડોદરામાં 24, સુરતાં 34, મહેસાણા 13, બનાસકાંઠા 11, મહીસાગર 9, અરવલ્લી 7,  ગીર સોમનાથ 6, ગાંધીનગર 5, કચ્છ 4, જામનગર 3, સાબરકાંઠા 3, દાહોદ 3, નવસારી 3, સુરેન્દ્રનગર 3, અન્ય રાજ્ય 3, નર્મદા 2, જૂનાગઢ 2, પંચમહાલ 1, ખેડા 1, અને પાટણ 1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 371 કેસ નોંધાયા હતા. જેથી અત્યાર સુધીમાં ગુજરાતમાં કોલ Covid 19ના કુલ ૧૨૯૧૦ દર્દીઓ થયા છે, જે પૈકી ૫૨ હાલ વેન્ટિલેટર પર છે. જ્યારે ૬૫૯૭ સ્ટેબલ છે. ૫૪૮૮ લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. ૭૭૩ લોકોનાં મોત નિપજ્યાં છે. 


#HuPanCoronaWarrior : ખ્યાતનામ હસ્તીઓ અભિયાનમાં જોડાઇ, તમે પણ આ રીતે જોડાઇ શકો છો


ગુજરાતમાં ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૧૬૬૧૫૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૨૯૧૦ દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૧૫૩૨૪૨ લોકો નેગેટિવ આવ્યા છે. કોરોના અંગેની વૈશ્વિક વાત કરીએ તો વિશ્વમાં કુલ ૫૭૮૦૪ નવા કેસ નોંધાયા છે, ભારતમાં ૫૬૦૯ નવા કેસ નોંધાયા અને ગુજરાતમાં ૩૭૧ નવા કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વનાં કુલ ૪૭૮૯૨૦૫ કુલ કેસ થયા છે. ભારતમાં ૧૧૨૩૫૯ કેસ અને ગુજરાતમાં ૧૨૯૧૦ કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વમાં નવા ૨૬૨૧ લોકોનાં મરણ થયા છે આ આંકડો ભારતમાં ૧૩૨ અને ગુજરાતમાં ૨૪ છે. આ પ્રકારે કોરોનાથી અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક વિશ્વમાં ૩૧૮૭૮૯ પર પહોંચ્યો છે, ભારતમાં ૩૪૩૫ અને ગુજરાતમાં ૭૭૩ લોકોનાં મોત નિપજ્યાં છે.


અલંગ: એશિયાનાં સૌથી મોટા શીપબ્રેકિંગ યાર્ડ 50 દિવસ બાદ ફરૂ, 600 કરોડ રૂપિયાનું નુકસાન


આ ઉપરાંત 104 નંબરની હેલ્પ લાઇનમાં કોરોના રીલેટેડ કોલની સંખ્યા ૧૧૨૧૧૮ પર પહોંચી હતી. જ્યારે તેમાં માનસિક સારવાર આપનારા વ્યક્તિની સંખ્યા ૯૨૫૨ પર પહોંચી છે. આ ઉપરાંત ૪૮૫૦૫૧ લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા છે. સરકારી ફેસિલિટીમાં ૧૧૦૪૯ લોકોને રખાયા છે. પ્રાઇવેટ ફેસિલીટીમાં ૬૩૦ લોકોને રખાયા છે. આ પ્રકારે કુલ ૪૯૬૭૩૦ લોકો કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર