સુરેન્દ્રનગર : લીંબડીની  હોટલ યોગીમાંથી ગળુ કપાયેલી હાલતમાં એક યુવક બહાર નિકળ્યો હતો. લોહીલુહાણ હાલતમાં નીકળેલા આ યુવક સાથે એક યુવતી પણ બેડ પર મૃતહાલતમાં પડેલી મળી હતી. આ યુવક યુવતી બંન્ને હોટલમાં રૂમ બુક કરાવીને રોકાયા હતા. તેઓ અહીં રૂમ બુક કરાવીને રોકાયા હતા. જો કે ઘરેથી બંન્ને લગ્ન કરવાનાં ઇરાદાથી નિકળ્યાં હતા. જો કે અચાનક તે એવું શું થયું કે, અચાનક બંન્ને લોહીયાળ હાલતમાં મળી આવ્યા. હાલ તો આ સમગ્ર ઘટનાને પગલે ચકચાર મચી ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનના વિરોધમાં રાજકોટમાં બેનરો લાગ્યા, ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરો સ્વદેશી વસ્તુઓ અપનાવો

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ઘરેથી લગ્ન કરવા માટે ભાગેલા યુવક અને યુવતી સુરેન્દ્રનગર જિલ્લાની લીમડીની હોટલમાં યોગીમાં બંન્ને રોકાયા હતા. જો કે રૂમ રાખ્યાની 15 મિનિટમાં યુવક લોહિયાળ હાલતમાં બહાર દોડી આવ્યો હતો. મારે જીવવું છે જીવવું છે તેવી બુમો પાડતો તે હોટલનાં રિસેપ્શન પર દોડી આવ્યો હતો. યુવકના શરીર પર લોહીના અસંખ્ય ઘા હતા. જ્યારે તેની પ્રેમીકાનો મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. 


ગોપાલ ઇટાલિયા આપમાં જોડાયા, ગુજરાતમાં યુવાઓના ભરોસે 7 વર્ષ બાદ ફરી AAP પાર્ટી થશે સક્રિય

આ મુદ્દે ઇજાગ્રસ્ત યુવકને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે ડોક્ટરને પણ સતત કરી રહ્યો હતો કે મારે જીવવું છે. જીવવું છે. જો કે યુવકની આજીજીના કારણે મુદ્દો ગુંચવાઇ ગયો છે. આ હત્યા હતી કે આત્મહત્યા તે મુદ્દો પોલીસ માટે મોટો સવાલ બન્યો છે. હાલ તો પોલીસ યુવક હોશમાં આવે તેની રાહ જોઇ રહી છે. 


ગુજરાત ATSને મળી વધુ એક સફળતા, મોજશોખ માટે લૂંટ અને હત્યા કરનાર સિરિયલ કિલર 10 વર્ષે ઝડપાયો

પોલીસ તપાસમાં ઇજાગ્રસ્ત થયેલ યુવક દિવ્યરાજસિંહ બળદેવસિંહ ઝાલા, ચુડા ગામના કંથારિયા ગામનો રહેવાસી હોવાનું અને મૃત યુવતી ધોળકાની નફીસા બેગમ હોવાનું સામે આવ્યું છે. બંન્ને લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હોવાનું અને લગ્નનાં ઇરાદે ભાગ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે બંન્ને વચ્ચે મનદુખ થયું હોવાનું પોલીસ માની રહી છે.


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube