અલ્કેશ રાવ/ બનાંસકાઠા: એક બાજૂ વરસાદ ઓછો પડવાને કારણે બનાંસકાઠાના ખેડૂતોનો ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીની અછતને કારણે ખેડૂતોને મોટી સંખ્યામાં હાલાકી પડી રહી છે. આ પ્રકારના સંજોગોમાં કેનાલમાં ગાબડાં પડવાનો સીલસીલો યથાવત છે. ત્યારે એક જ દિવસમાં જુદી જુદી ચાર જગ્યા પર ગાબડાં પડ્યાની ઘટના સામે આવતા ખેડૂતોમાં રોષ દેખાઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક જ દિવસમાં ચાર અલગ-અલગ જગ્યાઓ પર નર્મદાની કેનાલમાં ગાબડાઓ પડતા પાણીનું મોટા પ્રમાણમાં નુકશાન જોવા મળી હતું. થરાદ, કાંકરેજ, સુઇગામ બાદ વાવના દૈયપ કેનાલમા ગાબડું પડ્યું હતું. કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ભરાઇ ગયું અને લાખો લીટર પાણીનો બગાડ થયો. કેનાલનું પાણી ખેતરોમાં ભરાઇ જતા મોટી સંખ્યામાં જીરાના પાકને નુકસાન થયું.વારંવાર કેનાલમાં પડી રહેલા ગાબડાંને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો.


વધુમાં વાંચો...મહેનત કર્યા વગર લોકરક્ષક પરીક્ષાનું પેપર ખરીદનાર પ્રિતેશ પટેલ પણ પકડાયો


જવાબદાર લોકો સામે થવી જોઇએ કાર્યવાહી: ખેડૂતો 
કેનાલમાં અવારનાવર ગાબડા પડવાથી ખેૂડૂતોને મોટી સંખ્યામાં નુકશાન થઇ રહ્યું છે. આ કેનાલ બનાવામાં કૌભાંડ અથવા તો ભષ્ટ્રાચાક થયો હોવાનો ખેડૂતોનો દાવો છે. કેનાલ બનાવામાં હલકી ગુણવત્તા વાળા માલનો ઉપયોગ કરવાથી કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે. આ અંગે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે ખેડૂતોની માંગ કરી છે.