અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમબ્રાંચે (Ahmedabad Crime Branch) હથિયારના સૌદાગરની ધરપકડ કરી છે. ભારતભરમાં ગેરકાયદેસર હથિયાર બનાવીને વેચતા શખ્સને મધ્યપ્રદેશમાંથી ઝડપી લીધો છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં આ શખ્સ ગેરકાયદેસર રીતે હથિયારો વેચતો હોવાનું સામે આવ્યુ  હતું. ત્યારબાદ પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશથી કરી ધરપકડ
અમદાવાદનાં ઈસનપુર પોલીસ સ્ટેશનનાં PSI કે. એમ ચાવડાની ટીમે મધ્યપ્રદેશનાં ધાર જિલ્લાનાં મનાવર તાલુકાનાં સીંધા ખાતેથી આ આરોપીને ઝડપી પાડ્યો છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચનાં 7 થી વધુ તેમજ ગુજરાતમાં 20 થી વધુ ગુના આ આરોપીએ આચર્યા છે. છેલ્લાં 25 વર્ષોથી આ જગતસિંગ સરદાર પોતે હથિયાર બનાવીને પ્રવાસી કે હથિયાર ખરીદવા માંગતા શખ્સોને તમંચા અને પીસ્ટલ જેવા હથિયાર વેંચતો હતો.


આ પણ વાંચોઃ Ahmedabad: વિદ્યાર્થિનીઓ પાસે અભદ્ર માંગ કરનાર ગુ. યુનિના પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટ ટર્મિનેટ


આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે ઉત્તરપ્રદેશનાં  (uttar pradesh) લોકો તેનાં વિસ્તારમાં 25 વર્ષ પહેલા તમંચા અને પીસ્ટલ જેવા હથિયારો ખરીદવા માટે આવતા હતા જે ધંધામાં સારો એવો નફો મળતો હોવાથી પોતે પણ પીસ્ટલ અને તમંચા બનાવીને ઈન્દોર અમદાવાદ હાઈવે પર નીકળતો અને ત્યાં પોતાની બેઠક બનાવા ત્યાં કોઈ પ્રવાસી કે હથિયાર ખરીદવા માટે વ્યક્તિ આવે તો 5 હજારથી 20 હજાર સુધીની રકમ લઈ વેચતો હતો. હથિયાર બનાવવા માટે ભંગારનાં ડેલામાંથી લોખંડ અને હાર્ડવેરની દુકાનમાંથી જરૂરી સામાન લઈને પોતાનાં ઘરે અથવા તો જંગરમાં બેસી હથિયારો બનાવતો હતો.


આ પણ વાંચોઃ ગુજરાતના રાજકારણ પર એક નજર, જાણો બપોર સુધીના ચૂંટણીના મહત્વના અપડેટ્સ 


આરોપી જગતસિંગ પાસેથી જે લોકો હથિયારો લઈ જાય તેઓને પોતાનો નંબર આપીને આરોપી ઓર્ડર મુજબ હથિયારો પણ બનાવી આપતો હતો. તેણે અત્યાર સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા તેમજ યુપી જેવા રાજ્યોમાં હથિયારો સપ્લાય કર્યા હોવાનું ખુલ્યુ છે. પોલીસની તપાસમાં આરોપીએ અત્યાર સુધીમા કેટલા હથિયારો વેચયા તે બાબતે પુછતા તેણે એવુ જણાવ્યુ હતુ કે માથામાં જેટલા વાળ છે તેટલા હથિયારો વેંચ્યા છે. જેથી આ આરોપી પાસેથી અન્ય હથિયારો પણ મળવાની શક્યતાનાં આધારે ક્રાઈમબ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube