Ahmedabad: વિદ્યાર્થિનીઓ પાસે અભદ્ર માંગ કરનાર ગુ. યુનિના પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટ ટર્મિનેટ

તપાસમાં સામે આવ્યું કે પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગ કરી હતી. ત્યારબાદ સિન્ડિકેડની બેઠકમાં પ્રોફેસરને ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

 Ahmedabad: વિદ્યાર્થિનીઓ પાસે અભદ્ર માંગ કરનાર ગુ. યુનિના પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટ ટર્મિનેટ

અતુલ તિવારી, અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) માં સાયન્સ વિભાગમાં ફરજ બજાવતા કેમેસ્ટ્રીના પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટ (Professor Vashisht Bhatt) ને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. આજે યુનિવર્સિટીની મળેલી સિન્ડિકેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ પ્રોફેસર પર જાતિય સતામણીના આરોપ લાગ્યા હતા. આ મામલે તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. હવે આ સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપ્યા બાદ પ્રોફેસરને ટર્મિનેટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

પ્રોફેસર પર આરોપ થયા સાબિત
ગુજરાત યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રીના પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટ (Professor Vashisht Bhatt) પર જાતિય સતામણીના આરોપો લાગ્યા હતા. ત્યારબાદ યુનિવર્સિટીએ (Gujarat University) આ મામલે તપાસ શરૂ કરી હતી. હવે તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ તપાસમાં સામે આવ્યું કે પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગ કરી હતી. ત્યારબાદ સિન્ડિકેડની બેઠકમાં પ્રોફેસરને ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

તપાસમાં સામે આવ્યું કે, વશિષ્ઠ ભટ્ટે વિદ્યાર્થિનીને વાડજ સ્થિત હોટલમાં જમવા લઈ ગયો અને ત્યારબાદ હોટલના રૂમ કેવા છે તે જોવા માટે લઈ ગયા હોવાનું સાબિત થયું છે. પ્રોફેસરના ઇરાદા પર શંકા જતા વિદ્યાર્થિની હોટલથી નીકળીને જતી રહી હતી. આ મામલે વિદ્યાર્થિનીએ ઈ-મેલ દ્વારા યુનિવર્સિટી તંત્રને ફરિયાદ કરી હતી. ત્યારબાદ અન્ય કેટલીક વિદ્યાર્થિનીએ પણ પ્રોફેસર સામે અભદ્ર વર્તનના આક્ષેપો કર્યા હતા. તપાસ સમિતિએ પ્રોફેસર પર લાગેલા આરોપો સાચા હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news