મૌલિક ધામેચા/ અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વિકટરી વર્લ્ડ નામની લિન્ક બનાવી પોન્જી સ્કિમ ચલાવનાર ગેંગના 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા 3 મહિનાથી સ્કિમ ચલાવી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે. પકડાયેલ આરોપી અખ્તરહુશેન ખાન, પુજા સિંઘ અને સુનિલ યાદવની વસ્ત્રાપુર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. ત્યારે કંપનીનો ડાયરેક્ટર આશિષ પટેલ ફરાર છે. આરોપીઓ શહેરમા ગેઈમ્સ ફોર વિકટરી પ્રા. લિ નામની કંપની ખોલી તેના ઓથા હેઠળ વિકટરી વર્લ્ડ નામના એપ્લિકેશન બનાવી ગેઈમ રમાવડવાના બહાને રોકાણની સ્કિમ ચલાવી રહ્યા હતા. જેમા રોકાણના એક ટકા લેખે રોજનુ વળતર આપવાની લાલચ આપતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાંચ ને અરજી મળી હતી કે વસ્ત્રાપુરના અભીશ્રી ટાવરમાં પોન્જી સ્કિમ ચાલી રહી છે. ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચે રેડ કરી તપાસ કરતા 3 આરોપીની ધરપકડ કરી છે. તપાસ કરતા સામે આવ્યુ કે, આરોપી 3 મહિનામા 50 લાખ જેટલુ રોકાણ કરાવ્યુ હતુ અને 50 જેટલા સભ્યો નોંધાયા છે. તપાસમા એ પણ સામે આવ્યું છે કે આરોપી 2500 થઈ લઈને અલગ અલગ રોકાણ કરાવતા અને 200 દિવસ સુધી શનિવાર અને રવિવાર બાદ કરતા રોજનુ વળતર આપતા હતા.  જોકે અન્ય રોકાણકારો લાવે તો રોજનુ 1 ટકો નહી પણ 1.5 ટકા વળતર આપતા હતા. 


આ પણ વાંચોઃ અમદાવાદ સિવિલમાં બે દર્દીઓ પર અતિ જટીલ ગણાતી "રોટેશન પ્લાસ્ટી સર્જરી" હાથ ધરાઇ
       
આ તમામ આરોપી અન્ય રાજ્યના રહેવાસી છે. જોકે અમદાવાદ અને ગુજરાતની સાથે રાજસ્થાનના લોકો પણ આ પોન્જી સ્કિમમાં છેતરપિંડીનો ભોગ બન્યા છે. ત્યારે જોવુ એ રહ્યું કે ક્રાઈમ બ્રાંચની તપાસ બાદ શું નવા ખુલાસા થાય છે.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube