રાજકોટની હૉસ્પિટલની ઘોર બેદરકારી! ઓપરેશન ટેબલ પર યુવતીના એકના બદલે બીજો પગ ખોલી નાંખ્યો!
રાજકોટની યુનિકેર હૉસ્પિટલના તબીબ સામે ગુનો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જૂનાગઢની યુવતીના એકના બદલે બીજા પગનું ઓપરેશન કર્યા બાદ ગુનો નોંધાયો છે. IPCની કલમ 338 મુજબ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. યુવતીને ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કર્યું હતું.
Rajkot News: રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જીગીશ દોશી વિરુદ્ધ જૂનાગઢની સપના પટોડીયા નામની યુવતી દ્વારા ipc ની કલમ 338 મુજબ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા બાઈડને કર્યું મોટુ કામ! ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખુશખબર
પોલીસને આપેલી ફરિયાદમાં સપના પટોડીયા એ જણાવ્યું છે કે એપ્રિલ 2024 માં તેના ડાબા પગના ઓપરેશન સાથે ડોક્ટર દોશી દ્વારા બેદરકારી પૂર્વક તેમના જમણા પગનું પણ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે યુનિકેર હોસ્પિટલના એડમીન કાર્તિક શેઠનું પણ નિવેદન સામે આવ્યું છે.
ઊંઝા APMCમાં ભાજપના મેન્ડેટનો કચ્ચરઘાણ નીકળ્યો! ઈફ્ફો પછી ઉંઝામાં પણ ભૂંડી હાર
મીડિયા સાથેની વાતચીતમાં કાર્તિક શેઠે જણાવ્યું હતું કે, યુવતીને ડાબા પગમાં તકલીફ હોવાના કારણે અમે દાખલ કરી હતી. રિપોર્ટ બાદ બંને પગમાં તકલીફ હોવાનું સામે આવ્યું હતું. જે તે સમયે દર્દી તેમજ તેના સગાને સમજાવટ કર્યા બાદ જ અમારા દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. જમણા પગમાં પણ તકલીફ હોવાના કારણે દર્દી તેમજ તેમના પરિજનો સાથે વાતચીત કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે સમયે દર્દીનો ઓપરેશન કરાયું ત્યારે કોઈપણ પ્રકારની ફરિયાદ તેમના દ્વારા કરવામાં નહોતી આવી.
હાસ્ય કલાકારોની ફાની દુનિયામાં જામનગરના એક સિતારાની અલવિદા; ચાહકોને રડતા મૂકી ગયા...
પરંતુ ઓપરેશન થયાના દોઢ મહિના પછી દર્દી દ્વારા સીધી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. દોઢ મહિના સુધી દર્દી અમારે ત્યાં રેગ્યુલર તપાસમાં પણ આવતા હતા. જે રેગ્યુલર તપાસ સમયે પણ તેમના દ્વારા કોઈપણ પ્રકારની તકલીફનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો. અમારા દ્વારા ઓપરેશન કરતા પૂર્વે દર્દી તેમજ તેમના પરિવારજનોની સહી પણ લેવામાં આવી હતી.
લેસ્બિયન સંબંધોના કારણે અમદાવાદમાં એક પ્રેગ્નેટ પરિણીતા કઈ રીતે ફસાઈ? લગ્નજીવન બરબાદ
યુવતીનો દાવો હતો કે ડાબા પગના બદલે જમણાં પગનું ઓપરેશન આ હોસ્પિટલના ડૉક્ટરે કરી નાંખ્યું. અકસ્માતને કારણે ડાબા પગમાં ફ્રેક્ટર થયું હતું પરંતુ અહીંના હોશિયાર ડૉક્ટરે એકદમ ફીટ અને સાજા પગમાં ઓપરેશન કરતાં યુવતીની પીડા ઘટવાની જગ્યાએ વધી ગઈ હતી.ત્યારે સમગ્ર મામલે યુનિકેર હોસ્પિટલના એડમીન કાર્તિક શેઠનું પણ નિવેદન સામે આવ્યું છે.