અમદાવાદ :લંપટ નારાયણ સાંઈને સુરત સેશન્સ કોર્ટ સજા સંભળાવાની છે. તો તેનો પિતા આસારામ પણ રાજસ્થાનની જેલમાં કેદ છે. ભક્તોને પોતાની માયાજાળમાં ફસાવીને બંને બાપ-બેટાએ કરોડોનું સામ્રાજ્ય બનાવ્યું હતું. 2013માં પોતાની મહિલા ભક્ત સાથે જ દુષ્કર્મ કરવાના મામલે નારાયણ સાંઈ દોષિત જાહેર થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ સ્ટેશન પર આજથી 45 દિવસ સુધી કેટલીક ટ્રેન કેન્સલ, વેકેશનમાં ફરવા જનારા ખાસ વાંચી લે આ સમાચાર


આસારામ જોધપુરમાં બળાત્કારના એક બીજા કેસમાં દોષિત જાહેર થયો હતો, અને હાલ તે આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે. બંને બાપ-બેટા જેલમાં બંધ છે, અને તેમની પાછળ અંદાજે 10 હજાર કરોડોનું સામ્રાજ્ય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આસારામના 40 શહેરોમાં સ્કૂલ ચાલી રહ્યા છે, અને 400થી વધુ આશ્રમ છે. 


Video : ધૂણતા ધૂણતા ભૂવાએ કરી ભવિષ્યવાણી, ભાજપ જીતશે કે કોંગ્રેસ?


જુન 2016માં આવક વિભાગની તપાસમાં આસારામની 2300 કરોડ રૂપિયાની વધુ અઘોષિત સંપત્તિ સામે આવી હતી. આસારામની અધિકારીક વેબસાઈટ આશ્રમ ડોટ ઓઆરજીના આંકડા મુજબ, આસારામની પાસે 425થી વધુ આશ્રમ, 1900થી વધુ સમિતિઓ, 17000થી વધુ બાળ સંસ્કાર કેન્દ્ર, 50થી વધુ ગુરુકુળ અને કરોડો ભક્તો છે.


આ પણ વાંચો : નારાયણ સાંઇને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા 


Video : પરિણીત પ્રેમિકાને મળવા ગયેલો પ્રેમી પકડાયો, પછી સાસરિયાઓએ કર્યા બુરા હાલ


એક રિપોર્ટ અનુસાર, આસારામ પાસે બેનામી જમીન-મિલકતના સોદા અને ફાઈનાન્શિયલ લેણદેણ કથિત રીતે 2200 કરોડથી વધુ છે. 500થી વધુ લોકોને મોટા વ્યાજ દર પર 1653 કરોડ રૂપિયા રોકડા નોંધાયા છે. બે કંપનીઓમાં 156 કરોડ રૂપિયા ઈન્વેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં મોટા કૌભાંડની શક્યતા છે. કેમ કે, કોઈ પણ એનઆરઆઈ ભારતીયના વિદેશમાં સીધા ઈન્વેસ્ટ કરવા પર પ્રતિબંધ છે. સમગ્ર રિપોર્ટ કહે છે કે, આસારામનો કુલ ગોરખધંધો 10,000 કરોડ રૂપિયાથી પણ વધુનો છે. 


રાજ્યમાં ગરમીની સ્થિતિ જૈસે થે, પણ સૌરાષ્ટ્ર-કચ્છ માટે જાણો શું કહે છે વેધર રિપોર્ટ


પત્રિકાઓમાંથી થતી કમાણી
આસારામના આશ્રમમાંથી પ્રકાશિત થતી બે પત્રિકાઓ ઋષિપ્રસાદ અને લોક કલ્યાણ સેતુની 14 લાખ પ્રતિઓ દર મહિને મોટી સંખ્યામાં વેચાતી હતી. તેની વાર્ષિક આવક 10 કરોડ જેટલી હતી. આ ઉપરાંત આસારામને પ્રવચનોમાંથી પણ માતબર રકમની આવક થતી. બે-ત્રણ દિવસોના પ્રવચનમાં તે 1 કરોડથી વધુની આવક ભેગી કરી લેતો. સૌથી વધુ આવક દર ત્રણ-ચાર વર્ષે થતા ગુરુપૂર્ણિમાના કાર્યક્રમમાં થતી હતી. તેમજ દર વર્ષે 10થી 20 જેટલા ભંડારા કરાતા હતા. તેના માટે 150 કરોડથી લઈને 200 કરોડ સુધીનો ફાળો ઉઘરાવવામાં આવતો હતો. તેની સરખામણીમાં ખાવા બનાવવા માટે થતા ખર્ચની રકમ ગણતરીની જ થતી હતી. 1100 યોગ વેદાંત સેવા સમિતિઓ દ્વારા ફાળો એકઠો કરવામાં આવતો. 


આ પણ વાંચો: જાણો નારાયણ સાંઇની કરમ કૂંડળી...


એક તપાસમાં સામે આવ્યું હતું કે, રૂપિયાની લેણદેણ માટે અંદાજે 800 બેંક ખાતા ખોલાવાયા હતા. જેમાં આશ્રમનો તમામ પ્રકારનો વહીવટ થતો હતો.


દેશ વિદેશના લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV