અમદાવાદ કોટ વિસ્તારમાં કોરોના બેકાબુ, જેથી કર્ફ્યુંનો નિર્ણય યથા યોગ્ય: જયંતિ રવિ
રાજ્યમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની લેટેસ્ટ સંખ્યા વિશે માહિતી આપતા રાજ્યના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું છે કે ગુજરાતમાં આજે 4 દર્દીઓ સાજા થઇને ઘરે જઇ ચુક્યા છે. ગુજરાતમાં આજે 2 દર્દીઓનાં દુ:ખદ મૃત્યુ થયા છે. આ ઉપરાંત ગુજરાતમાં આજે 33 નવા કેસ નોંધાયા છે. જે પૈકી 22 માત્ર અમદાવાદનાં જ છે. જેથી અમદાવાદમાં કોરોના ધીરે ધીરે બેકાબુ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની લેટેસ્ટ સંખ્યા વિશે માહિતી આપતા રાજ્યના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું છે કે ગુજરાતમાં આજે 4 દર્દીઓ સાજા થઇને ઘરે જઇ ચુક્યા છે. ગુજરાતમાં આજે 2 દર્દીઓનાં દુ:ખદ મૃત્યુ થયા છે. આ ઉપરાંત ગુજરાતમાં આજે 33 નવા કેસ નોંધાયા છે. જે પૈકી 22 માત્ર અમદાવાદનાં જ છે. જેથી અમદાવાદમાં કોરોના ધીરે ધીરે બેકાબુ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદ : બેકાબુ થઇ રહેલા કોરોના અને લોકોને ધ્યાને રાખી કર્ફ્યું, કડક કાર્યવાહીના આદેશ
આણંદ જિલ્લામાં 1 કેસ નોંધાયો છે જ્યારે વડોદરામાં 6 કેસ નોંધાયા છે. ગુજરાતમાં બપોર પછી 33થી વધારે કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાયરસનાં કુલ 650 કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસનાં સૌથી વધારે 373 કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોના વાયરસનાં કુલ 113 કેસ નોંધાયા છે. 650 કેસમાંથી 550 લોકો સારવાર હેઠળ છે. 550માંથી 8 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં કોરોના વાયરસનાં સૌથી વધારે 373 કેસ છે.
વડોદરા: લોકડાઉનની સ્થિતીમાં પોલીસ પરિવાર પણ રાષ્ટ્રરક્ષક બનીને ખડેપગે
વડોદરામાં કોરોના વાયરસનાં કુલ 113 કેસ થયા. 15984 ટેસ્ટ કરવામાં આવ્યા જે પૈકી 650 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત સૌથી વધારે કેસ અમદાવાદમાં આવ્યા હોવાના કારણે કર્ફ્યુંનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આવી સ્થિતીમાં કડક પણ તેનું પાલન કરવામાં આવશે જેથી સંક્રમણને હટાવી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર