અમદાવાદ : બેકાબુ થઇ રહેલા કોરોના અને લોકોને ધ્યાને રાખી કર્ફ્યું, કડક કાર્યવાહીના આદેશ
Trending Photos
અમદાવાદ : હાલ રાષ્ટ્રજોગ સંબોધન કરીને વડાપ્રધાન દ્વારા લોકડાઉનને આગામી 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં પણ લોકડાઉન લંબાવવામાં આવી ચુક્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં અમદાવાદ સૌથી મોખરે છે. તો બીજી તરફ અમદાવાદમાં કોટ વિસ્તાર સૌથી મોખરે છે.
જો કે કોટ વિસ્તારમાં રહેતા લોકો કોઇ પણ પ્રકારે સમજવા માટે તૈયાર નથી. તેઓ કોઇ પણ પ્રકારે તંત્રને પણ તેઓ મદદ આપી નથી રહ્યા કે કોઇ પણ પ્રકારે સાથ પણ નથી આવી રહ્યા. બહાર નિકળી જવું ક્વોરોન્ટાઇન વિસ્તારમાં અવર જવર કરવી. તંત્રના લોકો સાથે ઘર્ષણની ઘટનાઓ બન્યા કરતી હતી. આ ઉપરાંત પણ અન્ય લોકો પણ ન આવે તે જરૂરી હતી. જેથી સરકાર દ્વારા સમગ્ર વિસ્તારમાં કર્ફ્યું લગાવવામાં આવ્યો છે.
અમદાવાદનાં કોટ વિસ્તારના દરિયાપુર, જમાલપુર, હવેલી, કાલુપુર, ખાનપુર, બહેરામપુરા અને દાણીલીમડા વિસ્તારમાં કર્ફ્યું લાગુ કરી દેવામાં આવ્યો છે. ફક્ત મહિલાઓને 3 કલાક માટે બહાર નિકળવા માટેની પરવાનગી આપવામાં આવી છે. આ કર્ફ્યુંનું ચુસ્ત પણે પાલન કરાવવા માટે મુખ્યમંત્રી દ્વારા સીધો જ સ્થાનિક પોલીસને આદેશ આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે